Advertisement

Responsive Advertisement

હાયરપેમેન્ટ કોર્સના વળતા પાણી? પાદરા કોલેજમાં fybscની ૪૨૦માંથી ૯૮ બેઠકો ભરાઈ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીએ પાદરા કોલેજમાં શરુ કરેલા બીએસસીના હાયર પેમેન્ટ કોર્સમાં આ વર્ષે એફવાયની ૪૨૦ પૈકીની માત્ર ૯૮ બેઠકો ભરાઈ છે.

તાજેતરમાં પાદરા કોલેજમાં પ્રવેશ માટે હાથ ધરાયેલા પહેલા રાઉન્ડના અંતે આ બેઠકો પૈકી સૌથી વધારે માઈક્રોબાયોલોજી કોર્સની ભરાઈ છે.આ કોર્સની ૬૦ પૈકીની તમામ બેઠકો ભરાઈ છે અને બાકીની ૩૮ બેઠકો કેમેસ્ટ્રીની છે.જેના પર વિદ્યાર્થીઓએ  પ્રવેશ લીધો છે.જ્યારે ફિઝિક્સ, બોટની, મેથ્સ અને ઝૂલોજીની તમામ બેઠકો હજી પણ ખાલી રહી જ છે.

 વિદ્યાર્થીઓના નબળા પ્રતિસાદ બાદ હવે હાયર પેમેન્ટ બેઠકોના વળતા પાણી થશે કે કેમ તે સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે.વિદ્યાર્થીઓ અને વાલીઓ આ બેઠકો પર પ્રવેશ લેવાનુ ટાળી રહ્યા હોવાનુ એક કારણ તેની ફી પણ છે.ફેકલ્ટી સત્તાધીશોએ હાયર પેમેન્ટ કોર્સની  વાર્ષિક ફી ૩૬૦૦૦ રુપિયા જેટલી રાખી છે.

બીજી તરફ સાયન્સ ફેકલ્ટીના મુખ્ય કેમ્પસની ગ્રાન્ટ ઈન એડ બેઠકો માટે કુલ ૨૬૦૦ ફોર્મ ભરાયા હતા.આ પૈકી ૨૩૦૦ વિદ્યાર્થીઓએ પોતાના તમામ ડોક્યુમેન્ટસ જમા કરાવ્યા હતા.આ વિદ્યાર્થીઓનુ જનરલ મેરિટ લિસ્ટ ૮ ઓગસ્ટ સુધીમાં બહાર પાડવામાં આવશે અને મેરિટના આધારે તેમને વિષયોની ફાળવણી કરવાની કામગીરી ૧૨ ઓગસ્ટ સુધીમાં પૂરી કરવાની સાથે પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ પણ જાહેર કરાશે.

સાથે સાથે એક વિષયની પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ પણ ૧૦ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે.તેમને બીજુ પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ જાહેર થશે ત્યારે પ્રવેશ આપવામાં આવશે.ફેકલ્ટી ડીન પ્રો.હરિ કટારિયાએ કહ્યુ હતુ કે, ૨૨ ઓગસ્ટથી એફવાયબીએસસીનુ શિક્ષણકાર્ય શરુ કરવામાં આવશે.




https://ift.tt/CDGQ0Lz

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ