Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: હિંદીમાં દૃશ્યમ ટુ હજુ બાકી, મલયાલયમમાં ત્રીજો ભાગ બની જશે

હિંદીમાં દૃશ્યમ ટુ હજુ બાકી, મલયાલયમમાં ત્રીજો ભાગ બની જશે

- અજય દેવગણની દૃશ્યમ ટૂ હિંદીમાં આગામી નવેમ્બરમાં આવવાની છે પણ લોકોએ મૂળ મલયાલમય જોઈ લીધી

મુંબઈ


મલયાલમ દૃશ્યમ સિરીઝના બંને ભાગ બહુ લોકપ્રિય થયા છે. હવે તેનો ત્રીજો ભાગ બનાવવાની સત્તાવાર જાહેરાત થઈ છે. 

સાઉથ ઈન્ડિયન પ્રોડયૂસર એન્થની પેરુમ્બવૂરે એક એવોર્ડ ફંકશનમાં દૃશ્યમ થ્રી બનાવવાની સત્તાવાર જાહેરાત કરતાં ચાહકો ખુશખુશાલ બની ગયા છે. મલયાલમ અભિનિત ફિલ્મના બંને ભાગ અગાઉ લોકપ્રિય થઈ ચૂક્યા છ. દૃશ્યમના પહેલા ભાગ પરથી હિંદી દૃશ્યમ બની હતી જેમાં મોહનલાલની ભૂમિકા અજય દેવગણે કરી હતી. તે પછી અજય દેવગણની દૃશ્યમ ટૂ પણ બની રહી છે જે આગામી નવેમ્બરમાં રિલીઝ થવાની છે. 

જોકે, મોહનલાલની ઓરિજિનલ દૃશ્યમ ટૂ ઓટીટી પર બહુ સમય પહેલાં આવી ગઈ છે અને હિંદી દર્શકોએ પણ તે જોઈ લીધી છે. આથી હવે ભાગ્યે જ કોઈને અજય દેવગણની હિંદી ફિલ્મ જોવાનો રોમાંચ રહ્યો છે. 

આ વચ્ચે હવે મોહનલાલની દૃશ્યમ થ્રી બનાવવાની પણ જાહેરાત થતાં દર્શકોની ઉત્સુકતા વધી ગઈ છે. 

સાઉથની સુપરહિટ ફિલ્મોની કોપી કર્યા કરતા બોલીવૂડ નિર્માતાઓની આ ગેમ હવે ઓટીટીના કારણે બહુ લાંબી ચાલે તેમ નથી. જેમકે હૃતિક રોશનની વિક્રમ વેધાનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું તો લોકોએ તરત જ ઓરિજિનલ તામિલ ફિલ્મનાં દૃશ્યો વાઈરલ કરીને જાહેર કરી દીધું હતું કે મૂળ ફિલ્મની સરખામણીએ તો હૃતિકે વેઠ જ ઉતારી છે.



https://ift.tt/ejaAFQw from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/eQVGnZd

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ