Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: એક વર્ષ પછી એ ભારત- ચીન મંત્રણામાં LAC ઉપરથી સૈન્યો હઠાવવામાં કોઈ નિર્ણય નહીં

એક વર્ષ પછી એ ભારત- ચીન મંત્રણામાં LAC ઉપરથી સૈન્યો હઠાવવામાં કોઈ નિર્ણય નહીં


- હજી સુધીમાં મંત્રણાના 16 દોર થઈ ચૂક્યા છે

- બંને પક્ષે ટેમ્પરરી બાંધકામો અને તે સાથે સંકળાયેલી આનુષાંગિક બાબતો દૂર કરવા માટે સહમત થતા નથી

લેહ/ નવી દિલ્હી : લડાખમાં LACની બંને બાજુએ રહેલા ભારતીય અને ચીની સૈનિકોને હઠાવવા અંગે ભારત અને ચીન વચ્ચે કોઈ સમજૂતી સાધી શકાઈ નથી છેલ્લા એક વર્ષથી આ અંગે ચાલી રહેલી મંત્રણાના સોળ સોળ દોર યોજાયા હોવા છતાં પરિસ્થિતિ જૈસે થે જ રહી છે. છેલ્લે ૨૦૨૧ના ૪- ૫ ઑગસ્ટ દરમિયાન ગોગ્રા હોટસ્પ્રિંગ ક્ષેત્રમાં બંને દેશોએ પોતાના સૈન્યો LAC પરથી થોડાં થોડાં પાછા ખેંચ્યા હતા પરંતુ તે પછી પરિસ્થિતિ યથાવત્ જ રહી છે.

આ માહિતી આપતા વિશ્વસનીય સાધનોએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિ યથાવત્ રહી છે. જુલાઈ ૩૧, ૨૦૨૧ સુધીમાં તો બંને દેશોના કોર્પ્સ- કમાન્ડર્સ વચ્ચે ગોગ્રા-હોટસ્પ્રિંગ્સ વિસ્તારમાંથી સૈનિકો પાછા ખેંચી લેવા સંબંધે જુલાઈ ૩૧, ૨૦૨૧ સુધીમાં મંત્રણાના ૧૨ દોર યોજાયા હત. તે પછીના ૪ મહિનાના ગાળા બાદ પણ ભારત અને ચીનના કોર્પ્સ કમાન્ડર્સ વચ્ચે બીજા ૪ દોર યોજાયા હતા. કુલ સોળ- સોળ દોર જેટલી મંત્રણાઓ પછી પરિસ્થિતિ યથાવત્ રહી છે. અને ગોગ્રા હૉટસ્પ્રિંગસના સંઘર્ષ બિંદુઓ પણ યથાવત્ રહ્યા છે.

સેનાઓને દૂર રાખવા ઉપરાંત આ મંત્રણાઓમાં ટેમ્પરરી બાંધકામો અને તે સાથે સંકળાયેલી આનુષાંગિક બાબતો પણ દૂર કરવા માટે બેમાંથી એક પણ પક્ષ તૈયાર નથી.

આ અંગે પૂર્વ ડીરેક્ટર જનરલ ઑફ મીલીટરી ઓપરેશન્સ લેફ્ટેનન્ટ જનરલ વિનોદ ભાટિયા (નિવૃત્ત) એ કહ્યું હતું કે, ૧૨ મહિનાથી સૈન્યો પાછા હઠયા નથી પરંતુ તે સાથે તે પણ નોંધવું જોઈએ કે પરિસ્થિતિમાં ઉગ્રતા પણ વ્યાપી નથી.



https://ift.tt/rOL75UP from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/G1KenON

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ