
નવી દિલ્હી,16 સપ્ટેમ્બર,2022,શુક્રવાર
નામિબિયાથી 7 ચિત્તાઓનું ભારતમાં આગમન થવુંએ ઐતિહાસિક ઘટના છે. ભારત છેલ્લા 7 દાયકાથી ચિત્તા વિહોણું હતું. એવું ન હતું કે ભારતમાં પહેલા ચિત્તા ન હતા પરંતુ તેનો શિકાર વધતો ગયો એમ નિકંદન નિકળી ગયું, ચિત્તાના શિકારનો ઇતિહાસ ખોલવામાં આવે ત્યારે છેલ્લું નામ છત્તિસગઢમાં આવેલા કોરિયા રજવાડાના મહારાજાનું નામ આવે છે. એવું માનવામાં આવે છે. 1948માં કોરિયા રિયાસતનાં મહારાજા રામાનુજ પ્રતાપસિંહે દેશના છેલ્લા 3 ચિત્તાને માર્યા હતા.ત્યાર પછી ભારતમાં એક પણ ચીત્તો જોવા મળ્યો નથી.

કોરિયા રજવાડાના રાજા શિકારના ખૂબ શોખીને અને પાવરધા હતા. જીવનકાળમાં તેમણે ચિત્તા ઉપરાંત વાઘ, દિપડા, હરણ, ચિત્તલ, બારસિંગા જેવા અનેક જાનવરોનો શિકાર કર્યો હતો. તેમના આ શોખ માટે કોઇ ઇતિહાસ જોવાની જરુર નથી તેમના વૈકુંઠપુરના ભવ્ય રામાનૂજ પેલેસ પર પ્રાણીઓના માથા તેની સાક્ષી ભરે છે. શિકારના શોખીન રામાનુજ પ્રતાપસિંહ નજીકમાં આવેલા સલખા નામના ગામના જંગલમાં શિકાર કરવા ગયા. એવું માનવામાં આવે છે કે જંગલી પ્રાણીઓના રંજાડની લોકોએ ફરિયાદ કરી હતી.
મહારાજા ગુસ્સામાં આવીને શિકાર કરવા નિકળી પડયા અને એક પછી એક એમ 3 ચિત્તાઓને મારી નાખ્યા હતા. શિકાર કરવામાં આવેલા ત્રણેય ચિત્તાઓ નર હતા અને તેઓ સંપૂર્ણ યુવાન થયા ન હતા. પરંપાર મુજબ મહારાજાએ રામાનુજ પ્રતાપસિંહે ત્રણેય મૃત ચિત્તાઓ સાથે બંદૂક હાથમાં લઇને ફોટા પડાવ્યા હતા. આ ત્રણેય ચિત્તાઓના મૃતદેહ સાથેની તસ્વીર બોંબે નેચરલ હિસ્ટ્રી સોસાયટી પાસે આજે પણ છે. આ ત્રણ ચિત્તાઓ ભારતમાં રહેલા છેલ્લા ચિત્તા હતા એ પછી કોઇએ કયાંય પણ ચિત્તા જોયા હોવાનું નોંધાયું નથી.

ભારતમાં દાયકાઓ સુધી પ્રયત્ન કર્યા પછી ચિત્તા ભારત આવી રહયા છે ત્યારે ભારતમાં ચિત્તા વિલૂપ્ત કેવી રીતે થયા હતા તેનો ઇતિહાસ ખોલવામાં આવી રહયો છે. જેમાં કોરિયા રજવાડાના મહારાજાનું નામ આવે છે. જો કે આ રજવાડાના વારસદારોએ નારાજગી દર્શાવી છે.
મહારાજાની પૌત્રી અંબિકા સિંહદેવનું માનવું છે કે તેમના પરદાદા શિકારના શોખીન હતા પરંતુ તેમણે મારેલા 3 ચિત્તાઓ જ ભારતના છેલ્લા ચિત્તા હતા તેનું કોઇ જ પ્રમાણ નથી. પિતા રામચંદ્ર સિંહદેવ પાસે એવું પણ સાંભળેલું હતું કે મહારાજાએ શિકાર કર્યા પછી પણ આ વિસ્તારમાં ચિત્તા જોવા મળ્યા હતા. જે ચિત્તાઓનો શિકાર કરેલો તે પુખ્ત ન હતા આથી તેમના માતા પિતા કે કે અન્ય ચિત્તા પણ હોવા જોઇએ.
https://ift.tt/oMZjt1g from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zE4XeHO
0 ટિપ્પણીઓ