પ્રેગ્નન્સીમાં 99 ટકા પોઝિટિવ વિચારું છું : બિપાશા બાશુ


- ટ્રોલર્સની બિપાશાએ ઝાટકણી કાઢી નાખી

- પ્રેગ્નન્સીના ફોટા અંગે ટીકાઓની સામે બિપાશા બાસુનો બોલ્ડ અંદાજ જેવો જ જવાબ

મુંબઈ : અભિનેત્રી બિપાશા બાસુ પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડયો હતો. બિપાશાએ હવે આ ટ્રોલિંગ પર મૌન તોડયું છે. બિપાશા કહે છે કે તેને ઘણો પ્રેમ મળી રહ્યો છે.   આ સ્થિતિમાં તે ટ્રોલ્સ પર ધ્યાન આપવા માંગતી નથી, માત્ર સારી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બિપાશાએ એમ પણ કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના શરીરને પ્રેમ કરવો જોઈએ. ઓગસ્ટ મહિનામાં અભિનેત્રી બિપાશા બાસુએ સોશિયલ મિડિયા પર એક પોસ્ટ કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. અભિનેત્રીએ પતિ કરણસિંહ ગ્રોવર સાથે તેના મેટરનિટી ફોટોશૂટની તસવીરો શેર હતી. આ તસવીરોમાં બિપાશા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. 

અભિનેત્રી બિપાશા બાસુ તેની પ્રેગ્નન્સીને લઇને ઇન્ટરનેટ પર ઘણી ટ્રોલ થઇ. અભિનેત્રીએ ટ્રોલને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો અને કહ્યું, હું દરેકના વિચારોનું સન્માન કરું છું પણ મને જીવન મારી રીતે જીવવું ગમે છે. હું ૯૯ ટકા સારી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરું છું અને તે નકારાત્મક વસ્તુઓ પર નહીં, આ જીવન આગળ વધવાનો માર્ગ છે. અન્ય લોકો તમારી પાસેથી શું ઇચ્છે છે, તેઓ તમને શું કહે છે તે મુજબ તમે તમારું જીવન જીવી શકતા નથી. હું મારા શરીરને ખૂબ પ્રેમ કરું છું મને લાગે છે કે આપણે બધાએ આપણા શરીરને પ્રેમ કરવો જોઇએ. 

બિપાશાએ વધુમાં કહ્યું કે, મને લાગે છે કે જો આપણે આપણા શરીરને પ્રેમ કરીએ તો તમે સ્વસ્થ રહેશો અને સારું જીવન જીવી શકશો. હું જલદી જ માતા બનવાની છું, જેના કારણે મારા શરીરમાં બદલાવ આવી રહ્યા છે. હું આ સમયે મુક્તરીતે જીવવા માંગુ છું અને હું તેને ખુલ્લેઆમ બતાવવા માંગુ છું. કારણ કે આ ક્ષણ કાયમ રહેતી નથી. 



https://ift.tt/7XpiljK from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/9H1PDnd

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ