વિરાટ કોહલીનું 17 વર્ષથી એક જ સપનું હતું - રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને IPL ટ્રોફી જીતાડવાનું. વર્ષ 2025માં આખરે તેનું સપનું સાચું પડ્યું છે. IPL 2025ની ફાઈનલમાં RCBએ પંજાબ કિંગ્સને હરાવીને પ્રથમ વખત ટાઈટલ જીત્યું. ખાસ વાત એ હતી કે આ જીત રજત પાટીદારની કેપ્ટનશીપમાં મળી અને કોહલીની રાહનો અંત આવ્યો.
કોહલીએ આઈપીએલ 2025માંથી કમાયા 27 કરોડ 40 લાખ?
વિરાટ કોહલી છેલ્લી 18 સિઝનથી RCB ટીમનો ભાગ રહ્યો છે. આ વખતે RCBએ તેને 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. આ સિવાય તેને મેચ ફીમાંથી પણ સારી કમાણી કરી. આ સીઝનમાં એક મેચ રમવા માટે ખેલાડીને 7.5 લાખ રૂપિયા મળ્યા હતા.
કોહલીએ આ વખતે કુલ 15 મેચ રમી તેમાં 13 લીગ મેચ, 1 ક્વોલિફાયર અને ફાઈનલ. આ મેચો માટે તેને 1 કરોડ 12 લાખ 50 હજાર રૂપિયા મળ્યા. આ સિવાય ચેમ્પિયન બનવા બદલ જે પ્રાઈસ મની મળી, તેના 30 ટકા ખેલાડીઓમાં વહેંચવામાં આવ્યા. RCB પાસે કુલ 22 ખેલાડીઓ હતા, તેથી કોહલીને લગભગ 27 લાખ રૂપિયા મળ્યા.
આ સિવાય વિરાટ કોહલીએ આ સિઝનમાં એન્ડોર્સમેન્ટથી લગભગ 5 કરોડ રૂપિયાની કમાણી કરી. આ રીતે તેને સમગ્ર IPL 2025 માં લગભગ 27 કરોડ 40 લાખ રૂપિયાની કમાણી કરી.
વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન
RCBની પહેલી ટ્રોફી જીતમાં વિરાટ કોહલીએ સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી તે ખાસ રહી. તેને આખી સીઝન દરમિયાન શાનદાર બેટિંગ કરી. વિરાટ કોહલીએ 15 મેચમાં 54.75 ની એવરેજથી 657 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઈક રેટ લગભગ 147 હતો. આ સીઝનમાં તેને 8 અડધી સદી પણ ફટકારી.
ફાઈનલમાં પણ તેને ટીમ માટે સૌથી વધુ 43 રન બનાવીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. વિરાટ કોહલીના આ શાનદાર પ્રદર્શનથી RCB ને તેનું પહેલું IPL ટાઈટલ મળ્યું. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચાર અને પોસ્ટર્સને આધારે લખવામાં આવ્યા છે, સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.
https://ift.tt/sgqGnv9
from SANDESH | RSS https://ift.tt/7zPDF1x
via IFTTT
0 ટિપ્પણીઓ