- ફિલ્મ 'થેન્ક ગોડ'માં અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ જોવા મળશે
મુંબઈ, તા. 10 સપ્ટેમ્બર 2022, શનિવાર
ફિલ્મ 'થેન્ક ગોડ'નું ટ્રેલર 8 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરની સાથે અજય દેવગનનો લૂક પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મ દિવાળીના અવસર ઉપર 25 ઓક્ટોમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને ઈન્દ્ર કિમારે નિર્દેશિત કરી છે. આ એક કોમેડી ફિલ્મ છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રાનું એક્સિડેન્ટ થઈ જાય છે. ત્યારબાદ તેમના કર્મોનો હિસાબ ચિત્રગુપ્તના દરબારમાં થાય છે. અજય દેવગન રૂપેરી પડદા ઉપર ચિત્રગુપ્તની ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં લગભગ દરેક ફિલ્મની વિરોધમાં બોયકોટનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અજય દેવગનની 'થેન્ક ગોડ' પણ તેમાંથી બાકાત નથી.
બોલિવુડ ફિલ્મોના વિરોધમાં બોયકોટ ટ્રેન્ડ
સોશિયલ મીડિયા ઉપર ફિલ્મના બોયકોટની માગણી કરવામાં આવી રહી છે. યુઝર્સે કહ્યું હતું કે, ચિત્ર ગુપ્ત અને હિન્દુ દેવી દેવતાઓનો જે રીતે મજાક ઉડાવવામાં આવી રહ્યો છે તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે. વળી અનેક યુઝર્સે કહ્યું હતું કે, હવે તો આખા બોલિવુડને બોયકોટ કરવાનો સમય આવી ગયો છે.
જુઓ યુઝર્સના ટ્વિટસઃ
એ યુઝરે કહ્યું હતું કે, 'શું બોલિવુડ માટે હિન્દુ દેવતાની મજાક, અશ્લીલતા માટે છે?' અજય દેવગન 'થેન્ક ગોડ'માં ભગવાન ચિત્રગુપ્ત બન્યા છે જેમની પાછળ ટૂંકા કપડા પહેરેલી છોકરીઓ છે. તેઓ વાસના, અને ભદ્દા જોક્સ ઉપર ચર્ચા કરી રહ્યા છે. શું હિન્દુ દેવતાઓ જોકર હોય છે?
એક અન્ય યુઝરે લખ્યું છે કે, 'ક્યાં સુધી આપણે આવા ખરાબ અભિનય અને મનોરંજનનો હિસ્સો બનતા રહીશું?'
એક બીજા યુઝરે લખ્યું હતું કે, 'હિન્દુના નામ અને હિન્દુ ભગવાનના નામ ઉપર અશ્લીલતા, નગ્નતા, મજાક અને તેમના વિશ ખોટા તથ્યો દેખાડવાનું બંધ કરો.'
https://ift.tt/uGZM16c from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/K1AkqBN
0 ટિપ્પણીઓ