Breaking News

લોડ થઈ રહ્યું છે...

દિલ્હી : પાળતુ કૂતરાઓનું રજિસ્ટ્રેશન ફરજીયાત કરાયું


- ડોગ બાઇટ્સની વધતી ઘટનાઓને લઈને નિર્ણય

- કોર્પોરેશને રજિસ્ટ્રેશન માટે ખાસ વેબસાઈટ બનાવી 

નવી દિલ્હી : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને ડોગ બાઈટ્સની વધી રહેલી ઘટનાઓને પગલે  તાત્કાલિક અસરથી પાળતુ કૂતરાઓનું રજીસ્ટ્રેશન કરાવ્વાનો આદેશ કર્યો છે. જો  માલિકો  પાળતુ કૂતરાઓનંુ તાત્કાલિક રજીસ્ટ્રેશન નહી કરાવે તો તેમની વિરૂધ્ધ સખત કાનૂની પગલા લેવામાં આવશે તેવું આ નિર્ણયમાં કહેવામાં આવ્યું છે.

દિલ્હી, એનસીઆર અને દેશભરમાં ડોગ બાઈટ્સની  ઘટનાઓ વધી રહી છે, આ સમયે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને  પાળતુ કૂતરાઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરી નાખ્યું છે. દિલ્હી નગર નિગમ અધિનિયમ ૧૯૫૭ની ધારા ૩૯૯ મુજબ તેમનુ રજીસ્ટ્રેશન જો ન કરાવ્યું હોય તો,કોર્પોરેશન પબ્લિક પ્લેસ પરથી કૂતરાને પકડી શકે છે. 

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરીકોને અપીલ કરીને કહ્યું કે, લોકો તાત્કાલિક અસરથી તેમના પાળતુ કૂતરાઓનંુ રજીસ્ટ્રેશન કરાવે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ નિર્ણય લોકોની સુવિધા માટે લેવામાં આવ્યો છે. લોકોને સરળતા રહે તે માટે એક વેબસાઈટ પણ લોંન્ચ કરવામાં આવી છે. આ  વેબસાઈટમાં  માલિકોએ ડોગ્સને અપાવેલ હડકવાની રસીનું  પ્રમાણપત્ર, ડોગનો ફોટો અને  પોતાનું આઈડી મુકવાનું રહેશે.



https://ift.tt/twzTqdC from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DGurRLh

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ