ભોપાલમાં નર્સરીની બાળકી પર સ્કૂલ બસના ડ્રાઇવર દ્વારા રેપ


- રેપ બાદ ડ્રાઇવરે બાળકીના કપડા બદલી નાખતા ભાંડો ફુટયો 

- પોલીસે બસ ડ્રાઇવર અને એક મહિલાની ધરપકડ કરી, સ્કૂલ સામે પણ પગલા લેવાની મંત્રીની ખાતરી 

ભોપાલ : મધ્ય પ્રદેશમાં માત્ર ચાર વર્ષની નર્સરીમાં અભ્યાસ કરતી બાળકી પર રેપની ઘટના સામે આવી છે. ભોપાલમાં નર્સરી અભ્યાસ માટે જે બસમાં દરરોજ લઇ જવાતી હતી તે જ બસના ડ્રાઇવર દ્વારા તેના પર બસમાં જ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જેને પગલે હવે સ્કૂલ પ્રશાસનની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

બળાત્કારની આ ઘટનાની જાણકારી બાળકીના માતા પિતા દ્વારા પોલીસને આપવામાં આવી હતી. 

જે બાદ પોલીસે બસના ડ્રાઇવર અને એક મહિલાની ધરપકડ કરી હતી. બાળકીના માતા પિતાએ જણાવ્યું હતું કે જ્યારે રેપની આ ઘટના બની ત્યારે બસમાં ડ્રાઇવર ઉપરાંત ધરપકડ કરાયેલી મહિલા પણ હાજર હતી. 

સ્કૂલ પ્રશાસન દ્વારા આ મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવા અંગે જ્યારે મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાને પૂછવામાં આવ્યંુ તો તેમણે જણાવ્યું હતું કે સ્કૂલ પ્રશાસને આરોપી સામે કાર્યવાહીમાં માતા પિતા અને પોલીસને શું મદદ કરી અને શું પગલા લીધા તેની તપાસ ચાલી રહી છે. જો સ્કૂલ પ્રશાસન જવાબદાર હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ભોપાલની એક પ્રખ્યાત સ્કૂલમાં આ બાળકીને તેના માતા પિતાએ નર્સરીના અભ્યાસ માટે એડમિશન અપાવ્યું હતું. 

બાળકી પર બળાત્કાર બાદ તેના કપડા બદલી નખાયા હતા અને યૂનિફોર્મને બેગમાં મુકી દેવાયો હતો. જે બાદ સ્કૂલ પ્રશાસનને બાળકીની માતાએ કપડા અંગે પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે અમને આ અંગે કોઇ જ જાણકારી નથી. બાળકીને ગુપ્તાંગ પર દુખાવો પણ થઇ રહ્યો હતો જે બાદ માતા પિતાએ બાળકી પાસેથી સમગ્ર ઘટનાની જાણકારી કઢાવી લીધી હતી અને પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરાવી હતી. 



https://ift.tt/1ABGzXw from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vGQimBU

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ