Breaking News

લોડ થઈ રહ્યું છે...

મિનિસ્ટરના ભાષણ દરમિયાન વીજ પુરવઠો ખોરવાયો, માઇક બંધ થતા બે વીજ કર્મચારીઓની થઇ બદલી



ચેન્નાઇ,14 સપ્ટેમ્બર,2022,બુધવાર 

અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં લોકો સાંજે જમતા હોય કે બાળકો લેશન કરતા હોય ત્યારે વીજળી ડૂલ થતી હોય છે. પરંતુ મજબૂર લોકો કશું કરી શકતા નથી. વરસાદના ફોરા પડે તો પણ વીજ પુરવઠો અટકાવી દેવામાં આવતો હોય છે. ફરી કયારે કાર્યાન્વિત થશે તેની કોઇ ખાતરી હોતી નથી. જો કે આ તો આમ આદમીની વાત થઇ પરંતુ આવું જો કોઇ મિનિસ્ટર સાથે થાય તો શું થાય તેની એક ઘટના તમિલનાડુમાં બની છે. 

તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં ડીએમકે સરકારના જળ સંસાધન મંત્રી દુરર્ઇમુરુગન કટપડી કન્યા હાયર સેકન્ડરી સ્કૂલમાં આયોજિત એક સરકારી કાર્યક્રમમાં સંબોધન કરી રહયા હતા. ભાષણ ચાલતું હતું એ દરમિયાન જ વીજળી ગૂલ થતા માઇક બંધ થવાથી નેતા ડિસ્ટર્બ થયા હતા. માઇક બંધ થવાથી ભાષણનો લય તૂટી ગયો હતો. દૂરર્ઇમુરુગન પોતાના સ્કૂલી જીવનની કેટલીક યાદોને તાજી કરી રહયા હતા. છેવટે થોડીક મીનિટો પછી મિનિસ્ટર કાર્યક્રમ સ્થળ છોડીને જતા રહયા હતા. 

મંત્રીએ તત્કાલ તો પોતાના ગુસ્સા પર કાબુ રાખ્યો પરંતુ બીજા દિવસે રાજયના વીજળી બોર્ડના બે સહાયક એન્જીનિયરની બદલી કરવામાં આવી હતી. મિનિસ્ટરના ભાષણ દરમિયાન વીજ પુરવઠો શા માટે ખોરવાયો તેનો કોઇ ખુલાસો પણ માંગવામાં આવ્યો ન હતો. બદલી કરવામાં આવી તેમાં એક વીજ કર્મચારીનું નામ કિરણકુમાર અને બીજાનું નામ ચિટ્ટી બાબુ હતું. વેલ્લોર ડિસ્ટ્રીબ્યૂશન સર્કલના એસપીએ બદલી થવાની વાતને પુષ્ટી આપી હતી. જો કે બદલીનું કારણ વહિવટી દર્શાવવામાં આવ્યું હતું. મિનિસ્ટરના કાર્યક્રમમાં વીજળી જવાથી બદલી થવાની ઘટનાએ સોશિયલ મીડિયામાં પણ ધ્યાન ખેંચ્યું છે. 



https://ift.tt/acxFirT from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VU7P3L2

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ