Breaking News

લોડ થઈ રહ્યું છે...

રાહુલ ગાંધીનું પણ નેતાઓ સાંભળતા નથી ? ગોવા, પંજાબમાં તકરાર : કર્ણાટકમાં ગૃહયુદ્ધ


- 40 સભ્યોની ગોવા વિધાનસભામાં કોંગ્રેસના ત્રણ જ સભ્યો રહ્યા છે, પંજાબમાં રાહુલ ઝઘડો શમાવી શક્યા નથી : કર્ણાટકમાં પક્ષમાં તડાં પડી ગયા છે

નવી દિલ્હી : ભારત જોડો યાત્રાના ૮ દિવસ પૂરા થયા છે. ત્યાં ગોવામાં કોંગ્રેસના ૮ વિધાયકો પક્ષમાંથી છૂટા થઈ ગયા છે. મહત્વની વાત તે છે કે ૮ મહિના પહેલા ફેબુ્રઆરીમાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં જ તે નેતાઓએ ચૂંટણી પછી પક્ષાંતર નહીં કરવાના સોગંદ લીધા હતા. પરંતુ વર્તમાન સ્થિતિ તેવી છે કે ગોવા વિધાનસભામાં કોંગ્રેસના માત્ર ત્રણ જ સભ્યો રહ્યા છે. પંજાબમાં રાહુલ ગાંધી ગયા હોવા છતાં આંતરકલહ ચાલુ છે.

કર્ણાટકમાં ૨૦૨૩માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં જ ખબર મળ્યા છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધ રામૈયા અને પ્રદેશ પ્રમુખ ડી. શિવકુમાર વચ્ચેના સંબંધો બગડી ગયા છે. તે બંને જો કોંગ્રેસ ચૂંટણીમાં વિજયી બને તો મુખ્યમંત્રી પદ માટે દાવો કરી રહ્યા હતા. આ સાથે ત્યાં જૂથબંધી શરૂ થઈ ગઈ છે. જો કે સિદ્ધ-રામૈયાના ૭૫મા જન્મદિને યોજાયેલી ભવ્ય પાર્ટી સમયે બંને નેતાઓ પરસ્પરને ગળે લગાડતા જોવા મળ્યા હતા. તે જોઈ રાહુલે કહ્યું મંચ ઉપર સિદ્ધરામૈયા અને શિવકુમારને ભેટતા જોઈ હું ઘણો ખુશ છું. વાસ્તવમાં શિવકુમાર તો તે પાર્ટીમાં પહોંચતા સિદ્ધરામૈયા તરફ પહોંચી ગયા હતા અને તેમણે ભેટી પડયા હતા. નિરીક્ષકો કહે છે કે તે દંભ પણ હોઇ શકે. વાસ્તવમાં બંને નેતાઓના અનુયાયીઓ વચ્ચે તો તકરારો ચાલુ જ છે.

પંજાબમાં નવજોત સિદ્ધુ પક્ષના પ્રદેશ પ્રમુખ પદે છે. તેમને અને મુખ્યમંત્રી ચરણસિંહ ચન્ની વચ્ચે ટકરાવ ચાલુ જ છે. રાહુલ ગાંધી ના પ્રયત્નો છતાંએ તે ઝઘડો ચાલુ જ રહ્યો છે. ત્યાં બહારથી બધુ શાંત લાગે છે પરંતુ ભીતર તો ભારેલો અગ્નિ રહ્યો હોય તેવું દેખાય છે. પંજાબના નેતાઓએ ચન્ની સરકાર વિરુદ્ધ મોવડી મંડળને પત્ર લખ્યો હતો. વાસ્તવમાં મુખ્યમંત્રી પદ માટે સિદ્ધુ પણ આશા રાખતા હતા તેમ કહેવાય છે.



https://ift.tt/TPjIHd2 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6wTCo5t

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ