Breaking News

લોડ થઈ રહ્યું છે...

IPL 2025:થોડા પૈસા ગુમાવવાથી, હેરી બ્રુકે IPLમા પ્રતિબંધ લાગવા પર તોડ્યુ મૌન

IPL 2025 મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે ઇંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન હેરી બ્રુકને ખરીદ્યો હતો. સીઝનની શરૂઆતના થોડા દિવસો પહેલા, હેરી બ્રુકે IPL 2025 માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું, ત્યારબાદ નિયમો અનુસાર, હેરી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તાજેતરમાં જ હેરી બ્રુકને વ્હાઇટ બોલ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને હવે હેરીએ પહેલીવાર IPLમાંથી પ્રતિબંધિત થવા પર મૌન તોડ્યું છે.

IPLમાંથી પ્રતિબંધિત થવા અંગે હેરી બ્રુકે શું કહ્યું?

હેડિંગ્લી ખાતે પત્રકારો સાથે વાત કરતા, બ્રુકે કહ્યું કે તે ઇંગ્લેન્ડની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ફ્રેન્ચાઇઝી સ્પર્ધાઓ છોડી દેશે. તેઓએ મને કહ્યું નથી. પરંતુ જો મને પ્રતિબંધિત કરવામાં આવે તો તે વાજબી છે. આ તેમણે બનાવેલા નિયમો છે, પરંતુ હું ઇંગ્લેન્ડ માટે ક્રિકેટ રમવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું,

બ્રુકે વધુમાં કહ્યું, ઇંગ્લેન્ડ માટે રમવા માટે તૈયાર છું

બ્રુકે વધુમાં કહ્યું, "હું અહીં અને ત્યાં થોડા પૈસા ગુમાવ્યા પછી પણ ઇંગ્લેન્ડ માટે રમવા માટે તૈયાર છું. હું ભવિષ્યમાં કોઈ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમીશ નહીં અને હું ઇંગ્લેન્ડ અને તેમની સાથેની બધી મેચોને પ્રાથમિકતા આપીશ."

IPL 2025 ની શરૂઆત પહેલા, ગવર્નિંગ કાઉન્સિલે એક નવો નિયમ રજૂ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ ખેલાડી હરાજીમાં પસંદગી થયા પછી છેલ્લી ઘડીએ પોતાનું નામ પાછું ખેંચી લે છે, તો તેના પર 2 વર્ષ માટે હરાજીમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.


https://ift.tt/phKg0wG
from SANDESH | RSS https://ift.tt/9xtbFiU
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ