IPL ફાઇનલ પહેલા વિરાટ કોહલીની મુશ્કેલી વધી, કર્ણાટક પોલીસે FIR નોંધી

બેંગલુરૂમાં ક્રિકેટર વિરાટ કોહલીના પબ One8 Commune વિરૂદ્ધ કર્ણાટક પોલીસે FIR નોંધી છે. આ પબ બેંગલુરૂમાં રત્નમ કોમ્પલેક્ષમાં છઠ્ઠા માળે સ્થિત છે. કબ્બન પાર્ક પોલીસે વિરાટ કોહલીના પબ One8 Commune વિરૂદ્ધ COTPA એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.
પોલીસે સિગરેટ અને તમાકુના ઉત્પાદન અધિનિયમની ઘારા 4 અને 21 અનુસાર કેસ દાખલ કર્યો છે. આ પબ આ પહેલા પણ વિવાદોમાં આવ્યુ છે. ગયા વર્ષે જૂનમાં સમયસીમાના ઉલ્લંઘનને લઇને ફરીયાદ નોંધાઇ છે. આ ડિસેમ્બરમાં પાયર ડિપાર્ટમેન્ટે NOC ન લેવાના મામલે નોટીસ ફટકારી છે.

નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ
પબ પર COTPA અધિનિયમની ધારા 4 અને 21 અંતર્ગત કેસ દાખલ થયો છે. કેમકે આ રેસ્ટોરન્ટમાં કોઇ No Smoking Zone નથી. પબમાં ધુમ્રપાન ક્ષેત્રને લઇને જરૂરી નિયમોનું ઉલ્લંઘન થયુ છે.

2024માં પણ ફટકારાઇ હતી નોટીસ
One8 Communeને આ પહેલા પણ મુશ્કેલી નડી હતી. ગયા વર્ષે જૂન મહિનામાં નોટિસ મળી હતી જેમા કહેવાયુ હતુ કે કોહલીની આ રેસ્ટોરન્ટ નિયમોનું પાલન કરતી નથી.

દિલ્હી, મુંબઇ, પૂણેમાં બ્રાન્ચ
પોલીસને ફરીયાદ મળી હતી કે One8 Commune મોડી રાત સુધી ખુલ્લુ રહે છે. જ્યારે પોલીસની ટીમ રાત્રે 1:20 વાગ્યે પહોંચી તો એ સમયે પણ ગ્રાહકો બેઠા હતા અને મજા માણી રહ્યા હતા. જેના આધારે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. વિરાટ કોહલી One8 Communeના માલીક છે અને તેની દિલ્હી, મુંબઇ, પૂણેમાં બ્રાન્ચ છે જે ધમધમાટ ચાલે છે. 2023માં આ રેસ્ટોરન્ય બેંગલુરૂમાં પણ ખોલવામાં આવી હતી.


https://ift.tt/XZdezR1
from SANDESH | RSS https://ift.tt/WTqfalb
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ