Breaking News

લોડ થઈ રહ્યું છે...

જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ, પત્નીની ફરિયાદ બાદ પાંચની ધરપકડ

Jamnagar

Jamnagar News : જામનગરમાં એક યુવાને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને યુવકની પત્નીએ વ્યાજખોરોના ત્રાસથી તેના પતિએ આ પ્રકારનું પગલું ભર્યું હોવાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, 'મારા પતિએ જુદા-જુદા પાંચ વ્યક્તિ પાસેથી રૂ.30 લાખ વ્યાજે લીધા બાદ રૂ.40 લાખ વ્યાજ પેટે ચૂકવ્યા હોવા છતાં આરોપી વધુ વ્યાજ અને મુદ્દલની માગણી કરી પજવણી કરવામાં આવે છે.' કેસ મામલે પોલીસે આજે (29 સપ્ટેમ્બર) તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરીને આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.


https://ift.tt/t7aDFeC
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/82Co1Fk
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ