
GST Raid: નવરાત્રિના પાવન પર્વ દરમિયાન ગુજરાતના મોટા શહેરો અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં 8 અગ્રણી ગરબા આયોજકો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગે સોમવારથી(30 સપ્ટેમ્બર) તપાસ હાથ ધરી છે. જીએસટીની 10 ટીમો દ્વારા મોટા ગરબા આયોજકોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવતા આયોજકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. 5000થી વધુની કિંમતના પાસ/ટિકિટ ધરાવતા ગરબા આયોજકોને ત્યાં ટિકિટ વેચાણમાં મોટાપાયે ગેરરીતિઓ અને શંકાસ્પદ કરચોરીના આરોપો બાદ હાલ તપાસ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકપ્રિય સ્થળો રંગ મોરલા, સુવર્ણ નગરી અને સ્વર્ણિમ નગરી સહિત આઠ સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આદિત્ય ગઢવી, જિગરદાન ગઢવી અને પૂર્વ મંત્રી જેવા સ્ટાર કલાકારો દર્શાવતા કાર્યક્રમો તપાસ હેઠળ હતા.
https://ift.tt/3o2ztVP
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yYTCiKm
via IFTTT
0 ટિપ્પણીઓ