
Narmada News : આગામી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટિય એકતા પરેડ અને દિલ્હી રાજપથ જેવી મેગા પરેડ યોજાનાર છે. જેને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ થઈ રહેલા વિવિધ વિકાસના કામો-ખાત મુર્હતને લોકર્પણના કામો વહેલીતકે પૂરા કરવા માટે તંત્ર દોડતું થયું છે, ત્યારે નર્મદા નદી કિનારે ગોરા ઘાટ ખાતે ચાલી રહેલી નવીનીકરણની કામગીરી દરમિયાન દુર્ઘટના બની હતી. નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધરાસાઈ થતા અકતેશ્વર ગામમાં 3 સ્થાનિકો દટાઈ જતાં મૃત્યું નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે ફાયર ફાઇટર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ત્રણેવના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

https://ift.tt/3XMCzr4
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/R4ox70b
via IFTTT
0 ટિપ્પણીઓ