Breaking News

લોડ થઈ રહ્યું છે...

બરોડા જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સમાપન : વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા



ટીટીએબી દ્વારા આયોજીત બરોડા જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં 310 ખેલાડીઓ વચ્ચે 900 જેટલા રોમાંચક મુકાબલા બાદ વિજેતા ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.

ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા તા. 26થી 28 સપ્ટેમ્બર દરમ્યાન એમએસ યુનિવર્સિટી પેવેલિયન ખાતે યુટીટી બરોડા  જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ -2025નું આયોજન કરાયું હતું. જેમાં 310 એન્ટ્રીઓ પ્રાપ્ત થતા ડબલ્સ અને સિંગલ્સની વિવિધ કેટેગરીમાં 17 ઇવેન્ટ્સ યોજાઇ હતી. તમામ મુકાબલા નૉક આઉટ પદ્ધતિના આધારે યોજાયા હતા. જેમાં પ્રથમ મદલાણી અને મહેક શેઠએ મેન્સ - વિમેન્સ સિંગલ્સનો ખિતાબ હાંસિલ કર્યો હતો. જ્યારે અંડર 17- 19 મેન્સ સિંગલ્સમાં વેદ પંચાલે ડબલ ક્રાઉન હાંસિલ કર્યા હતા.


https://ift.tt/KE1l3hB
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/NB1vuAV
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ