Breaking News

લોડ થઈ રહ્યું છે...

વડોદરામાં છઠ પૂજાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ


સમગ્ર દેશભરમાં છઠ પૂજાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે. વડોદરા શહેરમાં ઉત્તર ભારતીયો દ્વારા નદીકાંઠા, વિવિધ તળાવ અને વિસ્તારોમાં પરિવારજનો સાથે પૂજા અર્ચના કરી છઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી છે.

શહેરમાં બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢના લોકોએ ભક્તિભાવ પૂર્વક છઠ્ઠી મૈયા અને સૂર્યદેવની વિધિપૂર્વક પૂજા કરી હતી. સોમવારે સાંજે વ્રતધારી મહિલાઓ નદી અને તળાવોમાં કમરસુધીના પાણીમાં ઉભા રહી આથમતા સૂર્યદેવની આરાધના કરી હતી. ફાજલપુર ખાતે છઠ પૂજામાં અંદાજે ૪૦ હજાર જેટલા ભક્તો ઉમટી પડ્યા હતા.


https://ift.tt/wzIpHb5
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/wvCJlOa
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ