
શહેરના વડીવાડી વિસ્તારમાં આવેલ સરદારબાગ સ્વિમિંગ પૂલ છેલ્લા ચાર મહિનાથી બંધ હાલતમાં હોવાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ અંગે સભ્યોએ મ્યુ. કમિશ્નર, કલેકટર તથા સ્વિમિંગ પૂલના ઇન્ચાર્જ અધિકારીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પૂલ શરૂ કરવાની માગ કરી છે.
સભ્યોનું કહેવું છે કે, સરદારબાગ સ્વિમિંગ પૂલ માટે એક વર્ષની માન્યતા ધરાવતા પાસ માટે નાણાં ચૂકવ્યા હોવા છતાં સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ભારે હાલાકી સહન કરવી પડી રહી છે.
https://ift.tt/WrI2ub9
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/eX4aos5
via IFTTT
0 ટિપ્પણીઓ