ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

માંજલપુરની ઘટના અંગે પોલીસે કોન્ટ્રાક્ટરથી માંડીને સુપરવિઝન અધિકારીની માહિતી કોર્પોરેશન પાસે માગી

વડોદરા,માંજલપુર પોલીસે આજે ઘટના સ્થળે કામ કરતા પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટના પાંચ કર્માચારીઓના નિવેદનો લીધા છે. આ ઘટનામાં જવાબદારી નક્કી કરવા માટે પોલીસે કોર્પોરેશન પાસે કોન્ટ્રાક્ટર અને સુપરવિઝન અધિકારીની માહિતી માગી છે. જે માહિતી આવ્યા  પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસેના ખાડામાં પડી જવાથી મોત ગુમાવનાર વિપુલસિંહ ઝાલાના કિસ્સામાં મૃતકની પત્નીએ માંજલપુર  પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે આજે સ્થળ પરના સંપ પર કામ કરતા પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાક્ટના પાંચ કર્મચારીઓના નિવેદનો લીધા છે. આ સ્થળ પર ત્રણ શિફ્ટમાં કામ ચાલે છે.


https://ift.tt/wPorBbq
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VvsG1mj
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ