
Fake Doctor Scam: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા સિનિયર સિટીઝનોને નિશાન બનાવીને છેતરપિંડી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકી ફિઝિયોથેરાપીના ડૉક્ટરની ખોટી ઓળખ આપી, માંદગી કે ચાલવાની તકલીફ ધરાવતા વૃદ્ધોના ઘરે જઈ સારવારના બહાને લાખો રૂપિયા પડાવતી હતી. બેંક મેનેજરની સતર્કતાને કારણે આ ગેંગના એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે અને વૃદ્ધના લાખો રૂપિયા બચાવી લેવાયા છે.
નકલી ડૉક્ટરોની ગેંગનો એક શખસ ઝડપાયો
મળતી માહિતી મુજબ, બેંક ઓફ બરોડાની ડ્રાઇવ-ઈન રોડ શાખાના મેનેજરે સાયબર ક્રાઈમ બ્રાંચને જાણ કરી હતી કે એક સિનિયર સિટીઝન છેલ્લા બે દિવસથી પોતાની FDમાંથી મોટી રકમ ઉપાડી રહ્યા છે.
https://ift.tt/eprXaAx
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/uOWI2HM
via IFTTT
0 ટિપ્પણીઓ