
Jamnagar Crime News: જામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં થયેલી ચકચારી હત્યાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મૃતકનો સાળો અને તેના સાથીદારની ધરપકડ કરી લીધી હતી. આજે (24મી જાન્યુઆરી) કોર્ટે બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પ્રેમી-પ્રેમિકા વચ્ચેની ઉંમરનો મોટો તફાવત જ આ હત્યાનું મુખ્ય કારણ હતું.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, વસંત પંચમીના પવિત્ર દિવસે (23મી જાન્યુઆરી) શહેરના આદિનાથ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા 40 વર્ષીય નિલય કુંડલિયા પર જીવલેણ હુમલો થયો હતો.
https://ift.tt/9iDTPyJ
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/n2yi4ca
via IFTTT
0 ટિપ્પણીઓ