વડોદરાઃ રામનવમી નિમિત્તે ફતેપુરા વિસ્તારમાંથી નીકળનારી શોભાયાત્રાનો જુનો રૃટ બદલાતાં નારાજ આયોજકોએ આજે શોભાયાત્રા નહિ કાઢવાનો નિર્ણય લીધો હતો.
હરણી પંચમુખી હનુમાન મંદિરેથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરા થઇ કારેલીબાગ બહુચરાજી રોડ ખાતે રામજી મંદિરે પહોંચતી હોવાથી બે વર્ષ પહેલાં યાત્રા દરમિયાન કોમી છમકલું થયું હતું.
જેને કારણે ગયાવર્ષે પોલીસ કમિશનરે યાત્રાનો રૃટ બદલ્યો હતો અને એલએન્ડટી સર્કલ થી અમિત નગર થઇ હાથીખાનાની પાછળના માર્ગે શ્રીનાથ પેટ્રોલપંપ,આર્યકન્યા થઇ બહુચરાજી રોડ સુધીની પરવાનગી આપી હતી.જેથી આયોજકોએ જૂનો રૃટની મંજૂરી માગતા ગઇરાત્રે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત પણ કરી હતી.પરંતુ પોલીસે નવારૃટ માટે મંજૂરી આપતાં આખરે આયોજકોએ યાત્રા નહિ કાઢવાનો નિર્ણય લીધો હતો.
https://ift.tt/ygQSDUR
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/t2o5dD7
via IFTTT
0 ટિપ્પણીઓ