મુંબઈ, તા. 06 જુલાઈ 2022 બુધવાર
બ્યુટી ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા એકવાર ફરી સિલ્વર સ્ક્રીન પર છવાઈ છે. મણિ રત્નમની અપકમિંગ ફિલ્મ પોન્નિયિન સેલવન પાર્ટ-1 નો ઐશ્વર્યા રાયનો લુક રિવીલ કરી દેવાયો છે. લુક પોસ્ટરમાં ઐશ્વર્યાની સુંદરતા કોઈ પણ દંગ કરી શકે છે.
ઐશ્વર્યાનો ક્વીન લુક રિવીલ
પઝુવુરની રાણી નંદિનીના પાત્રમાં ઐશ્વર્યા રાય બચ્ચન ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમના ટ્રેડિશનલ લુકે ફેન્સને દીવાના બનાવી દીધા છે. ઓરેન્જ સિલ્ક સાડી, નેકપીસ, ઝુમકા, માંગટિકા, બિંદીમાં ઐશ્વર્યા રાય બચ્ચન ગૉર્જિયસ ડીવા લાગી રહી છે. આ લુકમાં ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના લોન્ગ હેરને ખુલ્લા રાખ્યા છે. આ સુંદર લુક પર પોતાની કાતિલ નજર ફેન્સના દિલને ઘાયલ કરી રહી છે. ક્વીન નંદિનીની ભૂમિકામાં ઐશ્વર્યા વાસ્તવિક ક્વીન લાગી રહી છે. તેમના લુકથી નજર હટાવવી મુશ્કેલ છે.
ચાહકોને પસંદ આવ્યો લુક
આ તો બસ એક ઝલક છે ફિલ્મ પોન્નિયિન સેલવનમાં તમને ઐશ્વર્યાના એવા કેટલાક સુપર ગૉર્જિયસ લુક્સના દીદાર થશે, જેને જોઈ તમે તેમની સુંદરતા પર વારી જશો. સોશિયલ મીડિયા યુઝર્સને પણ ઐશ્વર્યાનો લુક ખૂબ પસંદ આવી રહ્યો છે. બોલીવુડ ડીવાના યુઝર્સ વખાણ કરતા થાકી રહ્યા નથી. ફિલ્મ Ponniyin Selvan નો પહેલો પાર્ટ થિયેટરમાં 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આને હિંદી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનો વિક્રમ, કાર્થીનો લુક પહેલા જ રિવીલ કરાઈ ચૂક્યો છે.
આ મલ્ટીસ્ટારર ફિલ્મ છે જેમાં જયમ રવિ, તૃષા, શરદ કુમાર, વિક્રમ બાબૂ, શોભિતા ધૂલિપાલા, પ્રકાશ રાજ મહત્વના રોલમાં જોવા મળશે. પોન્નિયિન સેલવન એપિક પીરિયડ ડ્રામા છે. જે કલ્કિ કૃષ્ણામૂર્તિની 1955માં આવેલી નોવેલ પોન્નિયિન સેલવન પર બની છે. પોન્નિયિન સેલવનનુ બજેટ 500 કરોડ જણાવવામાં આવી રહ્યુ છે. આ ઈન્ડિયન સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક હશે.
https://ift.tt/oTM2A9q
0 ટિપ્પણીઓ