અમદાવાદ,શુક્રવાર
અમદાવાદમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે, આજે સાંજે કાપડાપીઠ પોલીસની ટીમ કન્ટોડિયાવાસમાં ચોરીના આરોપીને વોરન્ટ બજાવવા માટે ગઇ હતી જ્યાં બુટલેગર મહિલાઓએ હોબાળો મચાવીને પોલીસ પર હુમલો કરીને બચકાં ભરી લીધા હતા. જેમાં હેડ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ચોરીના આરોપીના સગાએ હુમલો કરતા હેડ કોન્સ્ટેબલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
આ કેસની વિગત એવી છે કે કાગડાપીઠ પોલીસ સ્ટેશશન વિસ્તારમાં કન્ટોડિયાવાસમાં રૃગનાથપુરામાં ચૂનારા વાસમાં રહેતા રિતિક ઉર્ફે ગુલ્લો નામના શખ્સ સામે વાહન ચોરીના અનેક ગુના નોંધાયા હતા. આરોપી કોર્ટમાં મુદતે હાજર થતો ન હતો. કોર્ટના આદેશ મુજબ આવતી કાલે તેને કોર્ટમાં હાજર થવા માટે વોરન્ટ હતું તે વોરન્ટ બજાવવા માટે કાગડાપીઠ પોલીસને ટીમ આજે સાંજે આરોપીના ઘરે ગઇ હતી.
પોલીસને જોઇને મહિલા બુટલેગરો ઉશ્કેરાઇ ગઇ હતી અને પોલીસ ઉપર હુમલો કરીને બચકાં ભર્યા હતા. જેમાં હેડ કોન્સ્ટેબલ કનુભાઇને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે કાગડાપીઠ પીઆઇ, એચ.સી.ઝાલાના જણાવ્યા મુજબ પો.કો.નું બીપી વધી ગયું હોવાથી હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે અને આરોપીઓ સામે ગુનો નોેધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
https://ift.tt/kdRbqrZ
0 ટિપ્પણીઓ