- ભાઈ રાજીવ અને ચારુ વચ્ચે તાજેતરમાં જ પેચ અપ : સુસ્મિતા એક્સ બોયફ્રેન્ડ રોહમન સાથે દેખાઈ રહી છે
મુંબઈ
આઈપીએલના ભાગેડુ ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીએ પોતાના સોશિયલ મીડિયામાં સુસ્મિતા સેનનો ઉલ્લેખ દૂર કરતાં બંને વચ્ચે બ્રેક અપ થયું છે કે શું તેવી અફવાઓ ફેલાઈ છે.
લલિત મોદીએ જ અગાઉ જુલાઈમાં સુસ્મિતા સેનને પોતાની પત્ની તરીકે ઓળખાવી હતી. બાદમાં તેમણે પત્ની શબ્દને બદલે માત્ર પાર્ટનર શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. બંનેના રોમાન્ટિક ફોટા મુકી તેમણે રિલેશનશિપની ઓફિશિયલ જાહેરાત કરી હતી.
જોકે, ત્યારે પણ સુસ્મિતાએ મગનું નામ મરી પાડયા વિના પોતે પોતાને નિસ્વાર્થ પ્રેમ કરતા લોકોથી ઘેરાયેલી છે તેમ કહી ગોળ ગોળ વાતો કરી હતી.
જોકે, ત્યારબાદ સુસ્મિતા તેના પારિવારિક પ્રસંગો ઉપરાંત બોલીવૂડ ઈવેન્ટસ તથા આઉટિંગમાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે જ દેખા દેતી હતી. તેના લીધે કેટલાય લોકોએ જિજ્ઞાાસા વ્યક્ત કરી હતી.
હવે લલિત મોદીએ પોતાની સોશિયલ મીડિયાની પ્રોફાઈલમાં બાયોડેટામાંથી સુસ્મિતાનું નામ અને પરિચય હટાવી લીધાં છે. તેના કારણે જાતભાતની અટકળો વ્યક્ત થઈ રહી છે.
બીજી તરફ, લલિત મોદીએ સુસ્મિતા સેન સાથે પોતાના સંબંધો જાહેર કર્યા એ જ અરસામાં સુસ્મિતાના ભાઈ રાજીવે પત્ની ચારુ અસોપા સાથે વિચ્છેદની જાહેરાત કરી હતી. બંનેએ એકમેક પર આક્ષેપો પણ કર્યા હતા. જોકે, બાદમાં રાજીવ અને ચારુ સાથે પણ દેખાયાં હતાં અને હજુ થોડા દિવસો પહેલાં જ બંનેએ સત્તાવાર જાહેરાત કરી હતી કે પોતે પોતાના લગ્નજીવનને વધુ એક તક આપી રહ્યાં છે. તેમના આ પુનર્મિલન અંગે સુસ્મિતાએ ખુશી પણ વ્યક્ત કરી હતી.
https://ift.tt/75rBmJP from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fsH3GFS
0 ટિપ્પણીઓ