Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: બ્રિટનના 36 ઉપગ્રહોને લઈને 22 ઓક્ટોબર એ ઉડશે ભારતનું રોકેટ

બ્રિટનના 36 ઉપગ્રહોને લઈને 22 ઓક્ટોબર એ ઉડશે ભારતનું રોકેટ


- દેશનું સૌથી ભારે રોકેટ જીસએલવી એમકે 3 લોન્ચિંગ માટે તૈયાર

દેશનું સૌથી ભારે રોકેટ જીસએલવી (GSLV)- એમકે 3 લોન્ચિંગ માટે તૈયાર છે. એ 22 ઓક્ટોબર એ બ્રિટનના સ્ટાર્ટ અપ વનવેબના 36 બ્રોડબેન્ડ ના ઉપગ્રહોને લઇને શ્રી હરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી ઉડાન ભરશે. આ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઈસરો) માટે પહેલી સંપૂર્ણં રીતે વ્યવસાયિક ઉડાન હશે.

નવું રોકેટ જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ-Mk3 (GSLV-Mk3) ચાર ટન સુધીના ઉપગ્રહોને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO)માટે લોન્ચ કરવામાં સક્ષમ છે.એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે લોન્ચ 21 ઓક્ટોબરની મધ્યરાત્રિ પછી તરત જ નક્કી કરવામાં આવ્યું. આ ત્રણ તબક્કાનું રોકેટ છે જે સોલિડ, લીકવીડ, અને ગૅસથી સંચાલિત થાય છે. વનવેબમાં દેશની ભારતી એન્ટરપ્રાઇઝના પ્રમુખ રોકાણકાર અને શેરધારક છે.  

વ્યવસાયિક લોન્ચિંગ બજારમાં પ્રવેશ

વનવેબ ઇન્ડિયા-1 મિશન / LVM3 M2 ની હેઠળના ઉપગ્રહોને ઈસરોની LVM3 ના  વૈશ્વિક વ્યવસાયિક લોન્ચિંગ બજારમાં પ્રવેશ દાખલ કરાવશે. આ લોન્ચ માટે વનવેબ એ ન્યુસ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) ની સાથે ભાગીદારી કરી છે. NSIL એ ઈસરોની વાણિજયક શાખા છે. આ કંપનીનું 14મું લોન્ચિંગ થશે.

હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ આપવામાં મદદ મળશે  

આ વર્ષની શરૂઆતમાં વનવેબના પ્રમુખ રોકાણકાર અને શેરધારક કંપની ભરતી એન્ટરપ્રાઇઝ એ હ્યુજેસ કોમ્યુનિકેશન ઇન્ડિયા લિમિટેડની સાથે વિતરણની ભાગીદારીની જાહેરાત કરી હતી. વનવેબ એ કહ્યું હતું કે તેના લો અર્થ ઓર્બીટ (LEO) માં પ્રથમ પેઢીના ઉપગ્રહોના સમૂહનું 70 ટકા લક્ષ્ય પૂરું થઇ જશે. આ દુનિયાભરમાં ઝડપી ગતિવાળું ઇન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ કરવામાં મદદ કરશે.  



https://ift.tt/MZv52B3 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/EzjXJuf

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ