બહાદૂરગઢ ગામની સીમમાં એલસીબી ટીમ ત્રાટકી : ટેન્કરનાં ડ્રાઇવર સાથે મિલિ ભગત કરીને ગેસનાં સિલિન્ડરો ભરતા રાજકોટનાં બે શખ્સોને પણ ઝડપી લઇને પૂછતાછ
મોરબી, : મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં અનઅધિકૃત રીતે ગેસ રિફિલિંગ કરવાના કોભાંડનો પર્દાફાશ કરીને મોરબી એલસીબી ટીમે ગેસ ભરેલ ટેન્કર, ખાલી સિલેંડર, બોલેરો કાર, મોબાઈલ અને ગેસ કાઢવાના સાધનો સહિત કુલ ૨૯.૮૫ લાખનો મુદામાલ જપ્ત કરી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા અને વધુ તપાસ ચલાવી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બહાદુરગઢ ગામના પાટિયા સામે આવેલ શેરે પંજાબ હોટલ નજીક અવધ વે બ્રીજ પાછળ સીમમાં ખુલ્લી જગ્યામાં જીજ્ઞોશ ઉર્ફે લાલો મેરામભાઇ, પ્રદીપ ઉર્ફે લાલો મુળુભાઈ આહીર (રહે. બંને રાજકોટ) રાત્રીના હાઈવે પરથી આવતા જતાં ગેસ ટેન્કરના ડ્રાઈવર સાથે મિલીભગતથી ગેસ ટેન્કરમાંથી ગેસની ચોરી કરી ગેસનો જથ્થો ગેસના સિલેંડરમાં ભરી કાળાબજારમાં વેચવાનો ગોરખધંધો ચલાવતા હોવાની બાતમી મળતા રેડ કરીને પોલીસે ગેસ કટિંગ કોભાંડ ઝડપી લીધું હતું.
જ્યાં સ્થળ પરથી એલસીબી ટીમે ગેસ ભરેલ ટેન્કર ગેસના જથ્થા સહિત કુલ રૂા. 26,12,424 ગેસના સિલેંડર નંગ 28 કિંમત રૂા. 56,000 , બોલેરો ગાડી જીજે ૦૩ બીવી 8052 કિંમત રૂા. 3લાખ, ઇલેક્ટ્રિક વજન કાંટો, રબ્બર વાલ્વવાળી પાઈપ કિંમત રૂા. ૨૦૦૦ અને મોબાઈલ નંગ 3કિંમત રૂા. ૧૫,૦૦૦ મળીને કુલ રૂા. 29,85,424 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
રેડ દરમિયાન આરોપી રામસિંગ વિજયસિંગ રાઠોડ (ઉ.વ. 58) રહે જોધપુર રાજસ્થાન તથા જીજ્ઞોશ ઉર્ફે લાલો મેરામભાઇ લોખીલ (ઉ.વ. 26) અને પ્રદીપ ઉર્ફે લાલો મુળુભાઈ અવાડીયા (ઉ.વ. 35 રહે. બંને શ્રીનાથજી સોસાયટી મવડી રોડ રાજકોટ) એમ ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા.
https://ift.tt/eXrgklh
0 ટિપ્પણીઓ