IPL 2025: અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો

ગુજરાતમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ (GT) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે ટક્કર જોવા મળશે. લખનૌ સુપરજાયન્ટ્સની ટીમ IPL-2025 ના પ્લેઓફ રેસમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે આ વખતની IPL 2025માં શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સે સારું પ્રદર્શન કર્યું છે. આજની મેચમાં ગુજરાત ટાઈટન્સ હોટ ફેવરિટ છે. લખનૌ સુપરજાયન્ટ્સ બહાર થઈ હોવા છતાં IPLમાં વિજયનો આંકડો મેળવવા કોઈપણ કિંમતે ગુજરાતને હરાવવાનો પ્રયત્ન કરશે.

ગુજરાત લીગ સ્ટેજ નંબર વન પર પૂર્ણ કરવા માંગશે જેથી તેને ફાઇનલમાં પહોંચવાની બે તક મળે. છતાં આ ટીમ 12 મેચમાં નવ જીત અને ત્રણ હાર સાથે 18 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. તે લખનૌ સામેની મેચને હળવાશથી નહીં લે. લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ સામે હવે લીગ શક્ય તેટલી સારી રીતે પૂર્ણ કરવાનો પડકાર છે. ઋષભ પંતની આગેવાની હેઠળની ટીમે હજુ બે વધુ મેચ રમવાની છે, જેમાંથી એક ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે છે. ગુજરાત માટે, આ મેચ તેની ગતિ જાળવી રાખવાનો પ્રયાસ છે કારણ કે તે પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે.

પ્લેઓફમાંથી બહાર લખનૌ

લખનૌની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે શું તે આ સિઝનની છેલ્લી બે મેચમાં એવા ખેલાડીઓને તક આપશે જેમણે આ વર્ષે એક પણ મેચ રમી નથી અથવા જેમણે ઓછી મેચ રમી છે. લખનૌ મિશેલ માર્શ અને એડન માર્કરામને છોડશે નહીં. આવી સ્થિતિમાં, બંને માટે ઓપનિંગ નિશ્ચિત છે. નિકોલસ પૂરન છેલ્લી કેટલીક મેચોથી ફોર્મમાં નથી, તેથી તેને આરામ આપી શકાય છે અને તેના સ્થાને આર્યન જુયાલને તક મળી શકે છે.

ગુજરાત ટાઈટન્સ હોટ ફેવરિટ

ગુજરાતની ટીમ મજબૂત ફોર્મમાં છે. આ સિઝનમાં, આ ટીમ ટાઇટલની દાવેદાર છે અને તેનું એક મોટું કારણ કેપ્ટન શુભમન ગિલ, સાઇ સુદર્શન અને જોસ બટલરની બેટિંગ છે. આ ત્રણેય લખનૌ સામે રમશે તે પણ નિશ્ચિત છે. બટલર પ્લેઓફમાં નહીં હોય, તેથી તેના સ્થાને કુસલ મેન્ડિસને પહેલાથી જ વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ગુજરાત પાસે પણ બે મેચ બાકી છે અને તે તેના બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને પણ તક આપી શકે છે. મેન્ડિસને લખનૌ સામે તક મળી શકે છે જેથી તે મહત્વપૂર્ણ મેચો પહેલા પ્રેક્ટિસ કરી શકે. આવી સ્થિતિમાં, શેરફેન રધરફોર્ડને આરામ મળી શકે છે. આ સિવાય, ગુજરાત તેના પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કરવા માંગશે નહીં.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11

ગુજરાત ટાઇટન્સઃ શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, અરશદ ખાન, સાઇ કિશોર, મોહમ્મદ સિરાજ, કુસલ મેન્ડિસ

લખનૌ સુપર જાયન્ટ્સઃ રિષભ પંત (કેપ્ટન), મિશેલ માર્શ, એડન માર્કરામ, આર્યન જુયલ, આયુષ બદોની, અબ્દુલ સમદ, રાજવર્ધન હંગરગેકર, રવિ બિશ્નોઈ, આકાશદીપ, અવેશ ખાન, શાહબાદ નદીમ, વિલ ઓ'રર્કે.


https://ift.tt/1mUMGbF
from SANDESH | RSS https://ift.tt/UJVWApB
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ