IPL 2025 ની 64મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં બંને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. જેમાં લખનૌની ટીમ જીતવામાં સફળ રહી હતી. ખાસ વાત એ હતી કે લખનૌએ આ સિઝનમાં બીજી વખત ગુજરાતને હરાવ્યું. પરંતુ મેચ પછી ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ અને લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંત વચ્ચે હાથ મિલાવવાથી સોશિયલ મીડિયા પર જાણે કે તોફાન આવી ગયુ. આ દ્રશ્યએ ફેન્સને બે ભાગોમાં વહેંચી દીધા. જ્યાં કોઇએ રમતનો ભાગ હોવાનુ માન્યુ તો કોઇએ ગિલ પર પંતે નજરઅંદાજ કર્યો હોવાનો આરોપ લગાવ્યો.
શું પંત અને ગિલ વચ્ચે લડાઈ ચાલી રહી છે?
બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું. મેચ પછી શુભમન ગિલ અને ઋષભ પંત વચ્ચે ઔપચારિક હાથ મિલાવવાની ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ, જે ઝડપથી વાયરલ થઈ ગઈ. વીડિયોમાં, ગિલ ઝડપથી પંત સાથે હાથ મિલાવતો અને પછી આગળ વધતો જોવા મળ્યો. આ દરમિયાન ઋષભ પંત ગિલને કંઈક કહેતો જોવા મળ્યો પણ શુભમન ગિલ કોઈ જવાબ આપ્યા વિના જ આગળ વધી ગયો તેણે આ દરમિયાન તેણે પંત તરફ જોયું પણ નહીં.
આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયાઓનો દોર ચાલી રહ્યો છે. કોઇ આને પતંનુ અપમાન ગણાવી રહ્યા છે તો કોઇ શુભમન ગિલની ટીકા કરી રહ્યું છે. એક યુઝરે લખ્યું, 'શુભમને ઋષભને સંપૂર્ણપણે અવગણ્યો, આ એક કેપ્ટન તરીકે રમતની ભાવનાની વિરુદ્ધ છે.'
લખનૌ સુપર જાયન્ટ્સ જીત્યું
મેચની વાત કરીએ તો લખનૌ સુપર જાયન્ટ્સે પહેલા બેટિંગ કરી અને મોટો સ્કોર બનાવ્યો. લખનૌએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા. મિશેલ માર્શે 117 રનની તોફાની ઇનિંગ રમી. જ્યારે નિકોલસ પૂરને પણ 56 રન બનાવ્યા. બીજી તરફ, ગુજરાત લક્ષ્યનો પીછો કરતી વખતે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને ફક્ત 202 રન જ બનાવી શક્યું, જેના કારણે તેમને 33 રનથી હારનો સામનો કરવો પડ્યો.
https://ift.tt/fNJKQB6
from SANDESH | RSS https://ift.tt/FEThXps
via IFTTT
0 ટિપ્પણીઓ