Rain In Ahmedabad : ગુજરાતમાં આગામી 6 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે રાજ્યમાં આજે બુધવારે (25 જૂન) 100થી વધુ તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
5 જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે બુધવારે રાત્રે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે રાત્રે 1 વાગ્યા સુધીમાં ભરૂચ, આણંદ, મહીસાગર, અરવલ્લી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.
https://ift.tt/Ft2iWMu
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/493Utvj
via IFTTT
0 ટિપ્પણીઓ