ફરિયાદીના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી બારોબાર બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી મકાન પચાવી પાડવાનો પ્રયાસ કરનાર પરિવારના ચાર સભ્યો સહિત પાંચ વિરુદ્ધ સમા પોલીસ મથકે વિશ્વાસઘાત તથા છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.
ગોરવામાં રિફાઇનરી રોડ ઉપર પંચવટી બસ સ્ટેન્ડની સામે ઝવેરપાર્ક સોસાયટીમાં એ - 7માં રહેતા ધવલ મહેન્દ્રભાઈ પટેલ ખાનગી કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, અમે રહીએ છીએ તે મકાન વર્ષ 2001માં મારા પિતાએ ખરીદ્યું હતું. અને પિતાના નિધન બાદ આ મકાન મારા તથા મારી માતા મંજુલાબેનના નામે કર્યું હતું. વર્ષ 2024માં મારા ઘરે ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ આવી જણાવ્યું હતું કે, તમારું મકાન પાદરા ખાતે રહેતા વિશાલ મહેન્દ્રભાઈ પ્રજાપતિએ ખરીદ્યું હોય તેમણે મોર્ગેજ લોનની અરજી કરતા લોનની વેરિફિકેશન માટે આવ્યા છીએ. જેથી તપાસ કરતા મારું મકાન ખરીદનાર તરીકે વિશાલ મહેન્દ્ર ભાઈ પ્રજાપતિ (રહે- ખારકુવા ફળિયુ ,પાદરા) અને વેચાણ આપનાર તરીકે ભારતીબેન શાંતિલાલ પટેલ રહે - સત્યનારાયણ સોસાયટી, ગોરવા) તથા સમીર ખત્રી (રહે - વાઘોડિયા) હતા. વેચાણ દસ્તાવેજમાં મારી તથા મારી માતાની ખોટી સહીઓ કરી હતી.
https://ift.tt/ix5Gv6w
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/iAzk8Ym
via IFTTT
0 ટિપ્પણીઓ