અમદાવાદ,બુધવાર
ગીતામંદિર અને કાલુપુર રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં રાતના સમયે આવતા મુસાફરોને બેસાડીને લૂંટ કરતી અનેક ઓટો રીક્ષા ગેંગ સક્રિય છે. બનાસકાંઠાના થરાદમાં રહેતા એક ૬૫ વર્ષીય સિનિયર સીટીઝનને ગીતામંદિરથી વસ્ત્રાલ ઉતારવાનું કહીને એક ગેંગ રીક્ષામાં તેમને ગુજરાત કોલેજ પાછળ રસાલા ગાર્ડન લઇ ગઇ હતી.જ્યાં તેમને મારવાની ધમકી આપીને રોકડ સહિતની મત્તાની લૂંટ કરી હતી.
બનાસકાંઠાના થરાદમાં આવેલા ઘંટીયાળા ગામમાં રહેતા ૬૫ વર્ષીય ભુપતસિંહ બારોટ મંગળવારે થરાદથી વસ્ત્રાલ નિરાંત ચાર રસ્તા પાસે આવેલા કેન્સાન કાઉન્ટી ફ્લેટ ખાતે રહેતા તેમના પુત્રને ત્યાં આવવા માટે બસમાં નીકળ્યા હતા. મોડી સાંજે ગીતામંદિર એસ ટી બસ સ્ટેશન પર પહોંચ્યા હતા.
https://ift.tt/r3RsGUB
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MnlDOT
via IFTTT
0 ટિપ્પણીઓ