
વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સતત કરવામાં આવતા ચેકિંગ પછી પણ સંવેદનશીલ વિસ્તારોમાં વીજ ચોરી અટકવાનું નામ નથી લઈ રહી.આજે વીજ કંપનીના ચેકિંગમાં વધુ ૬૭ લાખ રુપિયાની વીજ ચોરી અને ગેરીરીતિ ઝડપાઈ હતી.
મળતી વિગતો પ્રમાણે વીજ કંપનીની ટીમોએ શહેરના માંડવી અને પાણીગેટ સબ ડિવિઝન હેઠળ આવતા બાવામાનપુરા, કાગડાની ચાલ, રાજારાણી તળાવ, બાવચાવાડ, રાજપુરાની પોળ, જમનાબાઈ હોસ્પિટલ પાછળનો વિસ્તાર, યાકુતપુરા, હાથીખાના, ગેડા ફળીયા, દુધવાળા મહોલ્લો, છીપવાડ, સરસીયા તળાવ તેમજ ગોરવા વિસ્તારમાં ૧૬૬૪ જોડાણોનું ચેકિંગ કરીને વીજ ચોરીના ૫૧ અને ગેરરીતિના આઠ કિસ્સા પકડયા હતા.જેમાં વીજ લાઈન પરથી ડાયરેકટ કનેક્શન લેવામાં આવ્યા હોવાનું, મીટરને બાયપાસ કરીને વીજ વપરાશ નોંધાય નહીં તે રીતે ચોરી કરાતી હોવાનું અને ઘરવપરાશના જોડાણનો ઉપયોગ વ્યવસાયિક હેતુ માટે કરાતા હોવાનું પણ સામે આવ્યું હતું.વીજ ચેકિંગની કામગીરી દરમિયાન શહેરના યાકુતપુરા વિસ્તારમાં ૩૦ થી ૪૦ લોકોના ટોળાએ કર્મચારીઓને ચેકિંગ કરતા અટકાવવાનો પ્રયાસ કરતા ઉત્તેજનાપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
https://ift.tt/WCk8IKh
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/d0GmDrA
via IFTTT
0 ટિપ્પણીઓ