Breaking News

લોડ થઈ રહ્યું છે...

AIથી ચાલતા રિસ્ક વેરિફિકેશન ટુલે બજારમાં ચાલતા સરક્યુલર ટ્રેડિગને પકડવામાં મદદ કરી



- ઓટોમેશન વધી જતાં આવકવેરા અને જીએસટીની ચોરીમાં ખાસ્સો ઘટાડો થયો

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

આવકવેરામાં ફેસલેસ આકારણીની સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો અને ઓનલાઈન રિફંડ ટ્રાન્સફર કરવાની સિસ્ટમ આવી તથા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં વેપારીઓના રજિસ્ટ્રેશન ઓનલાઈન થવા માંડયા અને ઈ-ઇન્વોઇસિંગની પ્રથા દાખલ કરવામાં આવી તેને પરિણામે આવકવેરાની અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચોરીમાં ઘટાડો થયો હોવાનું ૧૫મી ડિસેમ્બરે લોકસભામાં કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે.

નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ લોક સભામાં એક સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે દરેક વેપારીઓના ઇન્વોઇસનું મેચિંગ આપોઆપ જ સિસ્ટમમાં થઈ જવાની પ્રક્રિયા થઈ જતી હોવાને કારણે જીએસટીમાં ચોરી કરવાની સંભાવના અત્યંત ઓછી થઈ ગઈ છે.


https://ift.tt/uJX7IKR
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/wp1Fljx
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ