વડોદરાઃ ઓનલાઇન ઠગાઇ માટે ઉપયોગમાં લેવાતા બેન્ક એકાઉન્ટના ધારકો તેમજ તેના ઓપરેટરો સામે પોલીસે ઝુંબેશ ઉપાડતાં વડોદરામાં વધુ સાત ફરિયાદ નોંધાઇ છે.
વિદેશમાં બેઠાં-બેઠાં એજન્ટો મારફતે કમિશનથી બેન્ક ખાતા ખોલાવી કરોડો રૃપિયાની રકમ ઉસેડી લેતા ઠગો દ્વારા ઉપયોગમાં લેવાતા મ્યુલ બેન્ક ખાતાના ધારકો તેમજ તેના ઓપરેટરો સામે રાજ્યભરમાં ગુના નોંધવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
નેશનલ સાયબર પોર્ટલ પર મળતી ફરિયાદોને આધારે બેન્ક ખાતાના ધારકોના નામો પોલીસને આપવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ પોલીસ દ્વારા એકાઉન્ટના ટ્રાન્જેક્શનોની તપાસ કરી આવા ખાતા ઓપરેટ કરતા એજન્ટો સામે ગુના નોંધવામાં આવી રહ્યા છે.
વડોદરા શહેર પોલીસે અત્યાર સુધીમાં ૩૦ જેટલી ફરિયાદો નોંધાઇ છે.
https://ift.tt/ewTMQI7
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/4htlNHf
via IFTTT
0 ટિપ્પણીઓ