Breaking News

લોડ થઈ રહ્યું છે...

સગી પુત્રીએ જ પ્રેમીને ઘેર બોલાવી પિતાની ચપ્પુના ઘા મારી હત્યા કરાવી

પાદરા તા.૨૦ પાદરા તાલુકાના મહલી તલાવડી વિસ્તારમાં થયેલી કરપીણ હત્યાના બનાવનો ભેદ જિલ્લા પોલીસે ઉકેલી નાંખ્યો છે. પ્રેમ સંબંધમાં માતા અને પિતા આડખીલી બનતા સગી પુત્રીએ જ પ્રેમીને બોલાવી પિતાની હત્યા કરાવી હોવાની વિગતનો પર્દાફાશ થયો છે. પોલીસે પ્રેમી અને તેના સાગરીતની ધરપકડ કરી છે. 

પાદરા-જંબુસર રોડ પર આવેલા મહલી તલાવડી ગામમાં ગઇકાલે સવારે શનાભાઇ રાવજીભાઇ ચાવડાની તેમના ઘરની બહાર હત્યા થયેલી લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી  હતી. તપાસ દરમિયાન રણજીત ગજેન્દ્રભાઇ વાઘેલા સામે શંકા દ્રઢ બની  હતી.


https://ift.tt/wr9gqZu
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/CimEScs
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ