Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: આદિવાસી સમૂહલગ્નમાં 51 દંપતીએ વ્યસનમુક્તિ અને શિક્ષા અભિયાનના સંકલ્પ જાહેરમાં લીધા

આદિવાસી સમૂહલગ્નમાં 51 દંપતીએ વ્યસનમુક્તિ અને શિક્ષા અભિયાનના સંકલ્પ જાહેરમાં લીધા

સુરત,તા. 2 મે 2022,સોમવાર

આદિવાસી સમાજના યુવાઓમાં વ્યસન અંગે જાગૃતિ આવે અને તેઓ વ્યસનમુક્ત રહે તે માટે અનેક સંસ્થાઓ દ્વારા કાર્ય કરવામા આવી રહ્યું છે ત્યારે ધરમપુર ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં 51 દંપતીઓએ વ્યસનમુક્તિ અને શિક્ષા અભિયાન માટે જાહેર પ્રતિજ્ઞા લીધી છે.

શહેરમાં માતા પિતા વિહોણી દીકરીઓના અનેક મોટાસમૂહલગ્નનું આયોજન થતુ જોવા મળે છે. જેમાં કન્યાદાનથી લઈને ઘરવખરીનો સામાન પણ તેમને આપવામાં આવે છે. જોકે શહેરના એક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધરમપુર ખાતે આદિવાસી સમાજની દિકરીઓના સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. જેમાં 51 સર્વજ્ઞાતિય આદિવાસી દીકરીઓના લગ્ન કરાવાયા હતા.જેમાં દિકરીઓને રસોડા સેટ સહિત કરિયાવરનો દરેક સામાન અપાયો હતો. જો કે મહત્વની વાત એ છે કે દરેક નવદંપતીને વ્યસન મુક્તિ અને શિક્ષા અભિયાન માટે પ્રતિજ્ઞા જાહેરમાં લેવડાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજના યુવાઓનું પ્રમાણ વધ્યું હોવાની માહિતીને લઈને અનેક સંસ્થાઓ દ્વારા આ અંગે જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ લગ્ન પ્રસંગમાં પ્રતિજ્ઞા લેવડાવવાનું કારણ એ છે કે લગ્ન પ્રસંગમાં વર અને કન્યા બંને પક્ષના પરિવારોની પણ હાજરી હોય છે અને પ્રતિજ્ઞા જાહેરમાં લેવાય છે.

આ અંગે ટ્રસ્ટના પ્રમુખ કાન્તિભાઈ પટેલે કહ્યું કે, અમે અત્યાર સુધી જે આયોજનો કર્યા છે તે મળીને 200 થી 250 નવદંપતીને અમે વ્યસન મુક્તિ સંકલ્પ જાહેરમાં લેવડાવ્યા છે. જેથી તેઓ કોઈ વ્યસનના રવાડે ન ચડે અને તેઓની જિંદગી બરબાદ થતા અટકાવી શકાય. તેજ ખાસ કરીને આદિવાસી વિસ્તારની દીકરીઓની શિક્ષાને લઈને પણ સમાજ જાગૃત થાય અને તેઓને ભણાવી ગણાવીને તેમના પગભર કરી શકાય તે માટે પણ સંકલ્પ લેવડાવ્યો હતો.



https://ift.tt/HFLN1X4 from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fLqTnKC

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ