
- પિતા પ્રકાશ પાદુકોણ સાથે તેમના જન્મદિન નિમિત્તે દર્શને
- દીપિકાની તિરુપતિમાં આસ્થાઃ અગાઉ ફર્સ્ટ મેરેજ એનિવર્સરીએ પણ દર્શને આવી હતી
મુંબઈ : અભિનેત્રી દીપિકા પાદુકોણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પાછા આવ્યા બાદ હવે તિરુપતિ બાલાજીના દર્શને પહોંચી છે. તે પિતા પ્રકાશ પાદુકોણ સાથે તેમના જન્મદિન નિમિત્તે દર્શને ગઈ હતી.
દીપિકા અને તેના પિતા તથા દેશના વિખ્યાત ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણ તિરુપતિ બાલાજી મંદિરના પ્રાંગણમાં દેખાયા હતા. બંનેએ મંદિર તરફતી પ્રસાદી સ્વરુપે મળેલી ગુલાબી શાલ ઓઢી હતી. દીપિકાએ એમ્બ્રેઈડરી કરેલા વ્હાઈટ સલવાર-કુર્તા પહેર્યાં હતા. તકેદારી રુપે તેણે માસ્ક પણ ધારણ કરી રાખ્યું હતું. દીપિકાની બહેન અનિશા પણ તેમની સાથે આવી હતી. પાદુકોણ પરિવારની વર્ષોની પરંપરા અનુસાર તેઓ જન્મદિન જેવા મહત્વના પ્રસંગોએ તિરુપતિના દર્શને અચૂક આવે છે.
દીપિકા તિરુપતિ બાલાજીમાં ઊંડી આસ્થા ધરાવે છે. અગાઉ, પોતાની પહેલી મેરેજ એનિવર્સરીએ પણ દીપિકા પતિ રણવીર સિંહ સાથે તિરુપતિના દર્શને આવી હતી. તેમના બંનેના માતા-પિતા પણ આ પ્રવાસમાં તેમની સાથે જોડાયાં હતાં.
દીપિકા હજુ તાજેતરમાં જ ફ્રાન્સના કાનથી પાછી ફરી છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેણે જ્યૂરી તરીકે ફરજ બજાવી હતી.
https://ift.tt/8zx9ZDH
0 ટિપ્પણીઓ