મુંબઈ
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા અને એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી વચ્ચે પ્રગાઢ સંબંધો હોવાની ચર્ચા લાંબા સમયથી થઈ રહી છે. બંનેએ તેમના વચ્ચે કશાક વિશેષ સંબંધો હોવાના ફરી પુરાવા આપ્યા છે.
ગહેરાઈયાં, બંટી ઔર બબલી ટૂ તથા ગલીબોય જેવી ફિલ્મોથી જાણીતા બનેલા સિદ્ધાંત ચતુર્વેદીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની વેનિટી વેનમાં તૈયાર થવાનો એક વીડિયો મુક્યો છે. તેમા હર નુડલ્સ એવાં કેપ્શનનો ઉલ્લેખ કર્યો છે.
બીજી તરફ આજકાલ જાપાનનો પ્રવાસ ખેડી રહેલી નવ્યા નવેલી નંદોએ પણ ઢગલાબંધ નુડલ્સ કપના ફોટા મુક્યા હતા અને મેડ સમ નુડલ્સ ટુડે એવું કેપ્શન મુક્યું હતું.
આ બંનેની સોશિયલ મીડિયા પોસ્ટસનું કનેક્શન જોઈ લોકોએ બંને વચ્ચ ે રિલેશનશિપનો વધુ એક પુરાવો મળી ગયો હોવાનો તાળો મેળવી લીધો હતો.
અભિનેતા ઈશાન ખટ્ટરે તો સિદ્ધાંતને સોશિયલ મીડિયા પર એ રહસ્યમયી છોકરી કોણ છે એવુું પુછી જ લીધું હતું. તેના જવાબમાં સંખ્યાબંધ ફેન્સ દ્વારા નવ્યા નવેલીનું નામ આપવામાં આવ્યું હતું.
નવ્યા નવેલી અને સિદ્ધાંતની એકબીજા સાથે કનેક્ટિંગ સોશિયલ મીડિયા પોસ્ટસનો સિલસિલો કેટલાય સમયથી ચાલી રહ્યો છે. બંને જણા તાજેતરમાં કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં પણ લગભગ એક જ સમયે આવ્યાં હતાં. જોકે, બંનેએ સાથે કોઈ પોઝ આપવાનું ટાળ્યું હતું.
https://ift.tt/XgKw9zy
0 ટિપ્પણીઓ