Breaking News

લોડ થઈ રહ્યું છે...

આલિયા, કેટરિના, પ્રિયંકાની ફિલ્મમાંં જી લે જરામાં વિલંબ

- જિંદગી ના મિલેગી દુબારાનાં ફિમેલ વર્ઝન જેવી ફિલ્મનું શૂટિંગ હવે આવતાં વર્ષે શરુ થશે 

મુંબઈ


આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા અને કેટરિના કેફની સાથે આવનારી ફિલ્મ 'જી  લે જરા' વિલંબમાં પડી ગઈ છે. આ ત્રણેય ટોપની હિરોઈનોની તારીખોનો મેળ નહીં પડતાં શૂટિંગ આવતાં વર્ષ પર પાછું ઠેલાઈ ગયું છે. 

આ ફિલ્મનું શૂટિંગ આગામી જુલાઈ-ઓગસ્ટમાં શરુ કરી દેવાનો મેકર્સનો ઈરાદો હતો. પરંતુ, આલિયા , કેટરિના અને પ્રિયંકા ત્રણેય પોતપોતાના પ્રોજેક્ટસમાં બહુ વ્યસ્ત છે તેના કારણે તેમની તારીખોનો મળે પડતો જ નથી. આથી આ શૂટિંગ હવે આવતાં વર્ષ ેજાન્યુઆરીમાં શરુ થાય તેવી સંભાવના છે. 

તેનો મતલબ એ કે આ ત્રણેય હિરોઈનને એકસાથે પડદા પર જોવા માટે દર્શકોએ લાંબી રાહ જોવી પડશે. 

બહુ લોકપ્રિય ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારાના ફિમેલ વર્ઝન જેવી આ ફિલ્મની જાહેરાત ફરહાન અખ્તરે ગયાં વર્ષે કરી હતી. તેમાં વર્ષો પછી ત્રણ સખીઓ સાથે મળીને રોડ ટ્રિપ પર નીકળે છે તેવી જ વાત છે. 

આ ફિલ્મની કથા પટકથા ઝોયા અખ્તર અને રીમા કાગતીએ લખી છે. 

આ ફિલ્મનાં શૂટિંગ નિમિત્તે જ પ્રિયંકા માતા બન્યા પછી પહેલીવાર ભારત આવશે અને તેની સાથે તેની દીકરી માલતી મેરીને સાથે લઈ આવશે એવી ચર્ચા હતી. 

જોકે, ત્રણેય હિરોઈનની તારીખોનો મેળ બેસાડવાનું મેકર્સને અઘરું પડી રહ્યું છે. તેના આધારે અન્ય ગૌણ પાત્રોનું કાસ્ટિંગ તથા શૂટિંગ ડિટેલ્સ પણ નક્કી થવામાં વિલંબ થઈ રહ્યો છે. 

બોલિવુડની ટોપની ત્રણ હિરોઈન એક સાથે એક ફિલ્મમાં આવી હોય અને તે પણ ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ હોય તેવું પાછલાં વર્ષોમાં બન્યું નથી. આથી આ પ્રોજેક્ટ માટે ઉત્સુકતા સેવાઈ રહી છે.



https://ift.tt/2HQcCet

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ