Breaking News

લોડ થઈ રહ્યું છે...

ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં અમિતાભ બચ્ચનનો લુક આવ્યો સામે,આ તારીખે ફિલ્મ થશે રિલીઝ


મુંબઇ, તા. 9 જૂન 2022 ગુરુવાર  

અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' જેની દર્શકો લાંબાગાળેથી રાહ જોઇ રહ્યાં હતા, ફિલ્મમાં અમિતાભ બચ્ચનનું ફર્સ્ટ લુક બહાર આવી ગયુ છે. આ ફિલ્મમાં આલિયા અને રણબીરની જોડી જોવા મળશે. નિર્માતાઓએ અયાન મુખર્જી નિર્દેશિત ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવ'ના ટ્રેલરના રિલીઝ પહેલા અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. બિગ બીનો આ અવતાર લોકોને પસંદ આવી રહ્યો છે અને તેઓ પોસ્ટર પર કોમેન્ટ કરીને પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર 15 જૂને રિલીઝ થવા જઈ રહ્યું છે.



અમિતાભ બચ્ચનનું પાત્ર ગુરુ છે. ધર્મા પ્રોડક્શન દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા પોસ્ટરમાં અમિતાભ બચ્ચન સફેદ દાઢી અને વાળમાં જોવા મળે છે. પોસ્ટરમાં અમિતાભ બચ્ચનના હાથમાં તલવાર છે, અભિનેતાનો લુક જાહેર કરતાં નિર્માતાએ લખ્યું, “ गुरू है गंगा ज्ञान की । काटे भाव का पाश गुरू उठा ले अस्त्र जब । करे पाप का नाश , દરેક અંધકારને હરાવવાની શક્તિ ધરાવનાર આ છે ગુરુ એક બુદ્ધિમાન લીડર જે ‘પ્રભાસ્ત્ર’ પ્રકાશની તલવારને પકડે છે”

અમિતાભ બચ્ચને પોતાના લુકની સાથે 'બ્રહ્માસ્ત્ર' નું ટ્રેલરની ડેટ પણ અનાઉન્સ કરી છે. અમિતાભ બચ્ચન, આલિયૈ ભટ્ટ, રણબીર કપૂર સ્ટારર આ ફિલ્મનું ટ્રેલર 15 જૂનના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બના દિવસે થિયેટરમાં રજૂ થશે. 



https://ift.tt/BZbhnmM

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ