- હૈદરાબાદના રહેવાસી લતીફ ફાતિમાએ ઈન્દિરા ગાંધી સાથે મળીને કામ કર્યું હતું
નવી દિલ્હી, તા. 06 જુલાઈ 2022, બુધવાર
શાહરૂખ ખાને પોતાની એક્ટિંગના દમ પર બોલિવૂડમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. શાહરૂખ ખાનને બોલિવૂડનો સુપરસ્ટાર કહેવામાં આવે છે સાથે જ ચાહકોના દિલમાં રાજ કરનાર શાહરૂખને કિંગ ખાન, બાદશાહ જેવા નામ આપવામાં આવ્યા છે. તેમના સમયમાં શાહરૂખની માતા લતીફ ફાતિમા ખાન એક શક્તિશાળી મહિલા હતા અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નજીકના લોકોમાં સામેલ હતા. હૈદરાબાદના રહેવાસી લતીફ ફાતિમાએ ઈન્દિરા ગાંધી સાથે મળીને કામ કર્યું હતું. તેઓ પ્રથમ શ્રેણીની મેજિસ્ટ્રેટ હતા. તેમને ઈંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.
શાહરૂખ ખાનની માતા તેમના સમયમાં ખૂબ આગળ હતા. સાથે જ તેઓ એક ખૂબસુંદર મહિલા તરીકે પોતાની નામના ધરાવતા હતા. શાહરૂખ ખાનના પિતા પાકિસ્તાનના પેશાવરના રહેવાસી હતા. તેઓ MA, LLB હતા સાથે જ તેઓ અનેક ભાષાઓમાં પ્રભુત્વ ધરાવતા હતા. શાહરૂખના માતા-પિતાએ લવ મેરેજ કર્યા હતા.હકીકતમાં લતીફ ફાતિમા ખાન એક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે હોસ્પિટલમાં હાજર તેમના પિતાએ લોહી આપ્યું હતું. બાદમાં બંનેને પ્રેમ થયો અને લગ્ન કર્યા હતા. શારૂખાનના પિતા તેમની માતાથી 11 વર્ષ મોટા હતા.
શાહરૂખ ખાનના ડેબ્યું પહેલા તેમની માતાનું નિધન થયું હતું. તેણીએ 1991માં શારૂખાન અને તેની મોટી બહેન શહનાજ લાલરૂખને છોડીને દુનિયા છોડી દીધી હતી. ત્યારબાદ શાહરૂખે પોતાની બહેનની જવાબદારી સંભાળવી પડી હતી.
શાહરૂખ ખાને 1992માં દિવાના ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યું કર્યું હતુ. ત્યારબાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને બોલિવૂડનો સુપરસ્ટાર બન્યો હતો. તેણે રોમેન્ટિક અભિનેતા તરીકે પોતાની ઓળખ બનાવી છે.
https://ift.tt/WtnfmvS
0 ટિપ્પણીઓ