- મુકેશ ખન્નાની લોકપ્રિય સિરિયલ હવે ફિલ્મ સ્વરુપે
- વિકી કૌશલ અને વિદ્યુત જામવાલનાં નામો ચર્ચામાં હતાં પરંતુ સર્જકોએ આખરે રણવીર પર પસંદગી ઉતારી
મુંબઇ : મુકેશ ખન્નાની લોકપ્રિય સિરિયલ શક્તિમાન હવે ફિલ્મના સ્વરુપમાં બનવા જઈ રહી છે. મુકેશ ખન્નાનું શક્તિમાનનું પાત્ર બહુ જ પોપ્યુલર થયું હતું. ફિલ્મમાં આ પાત્ર રણવીર સિંહ ભજવે તેવી ઉજળી શક્યતાઓ છે.
મુકેશ ખન્નાએ ફેબુ્રઆરીમાં સુપરહીરો પર ફિલ્મ બનાવાની ઘોષણા કરી હતી. ત્યારે તેમાં મુખ્ય રોલ કોણ કરશે તેની પણ ચર્ચા થઇ હતી. શક્તિમાનનું સુપરહીરોનું પાત્ર ભજવવા માટે રણવીર સિંહનો સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ તેણે હજી સુધી ફિલ્મ સાઇન કરી નથી. આ ફિલ્મ માટે વિક્કી કૌશલ અને વિદ્યુત જામવાલના નામ પણ અગાઉ ચર્ચામાં હતા. ફિલ્મસર્જકને લાગે છે કે રણવીર શક્તિમાનના રોલમાં સ્વાભાવિક કરિશ્મા લાવી શકશે. મુકેશ ખન્નાએ પોતાની પોસ્ટમાં ફિલ્મનું ટીઝર પણ મુક્યુ હતું. મુકેશ ખન્નાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, હું તમને જણાવામાં મોડો પડયો છું, મારી જે કહેવું છે તે વાત વાયરલ થઇ ગઇ છે. અમે શક્તિમાન પર ફિલ્મ બનાવી રહ્યા છીેએ.
છતાં તમને આ ફિલ્મ વિશે જણાવાની મારી ફરજ છે, સાથેસાથે હું એમ પણ કહીશ કે શક્તિમાન પર ફિલ્મ બનાવાનું મારું વચન આજે મેં પુરુ કર્યું છે.
https://ift.tt/ME0NTxr
0 ટિપ્પણીઓ