Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: પુષ્પા ટૂ માં અલ્લુ અર્જુન અને ફહાદ ઉપરાંત વિજય સેતુપતિ પણ હશે

પુષ્પા ટૂ માં અલ્લુ અર્જુન અને ફહાદ ઉપરાંત વિજય સેતુપતિ પણ હશે


- અગાઉ તારીખોના કારણે પહેલા ભાગની ઓફર છોડી હતી

- બીજા ભાગમાં વિજય સેતુપતિ ખલનાયકની ભૂમિકા ભજવે તેવી શક્યતાઃ ટૂંક સમયમાં શૂટિંગ શરુ થશે

મુંબઈ : પુષ્પાના પહેલા ભાગને કલ્પનાતીત સફળતા મળ્યા પછી ચાહકોનો બીજા ભાગ માટે ઇન્તજાર વધી ગયો છે. ખાસ કરીને પહેલા ભાગમાં છેલ્લાં કેટલાંક દૃશ્યોમાં જ દેખાયેલા ફહાદ ફાસિલની ભૂમિકા વિશે લોકોમાં કૂતુહલ છે. વિજય સેતુપતિને પણ પુષ્પાના બીજા ભાગ માટે ઓફર કરવામાં આવી છે. 

સાઉથના મેગા સ્ટાર વિજય સેતુપતિને બીજા ભાગ માટે વિલનનો રોલ ઓફર કરાયો છે. વિજય સેતુપતિને પહેલા ભાગમાં પણ રોલ ઓફર કરાયો હતો. પરંતુ છેલ્લી ઘડીએ શૂટિંગ માટે તારીખોની સમસ્યા નડતાં તેણે આ ફિલ્મ જતી કરી છે. બીજા ભાગમાં વિજય સેતુપતિ વિલન તરીકે ફહાદ ફાસિલની સાથે મળીને પુષ્પાના સામ્રાજ્યને તહસનહસ કરવા કેવા પ્રયાસ કરે છે તેવી વાર્તા હોવાની સંભાવના જણાવાઈ રહી છે. 

બીજા ભાગનું પ્રિ પ્રોડક્શન પૂરું થવાના આરે છે. પહેલા ભાગને હિંદી બેલ્ટમાં મળેલી સફળતાને ધ્યાને રાખીને બીજા ભાગમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. મોટાભાગે આ ઓગસ્ટમાં ફિલ્મનું શૂટિંગ શરુ થશે અને ૨૦૨૩ના અંત સુધીમાં તે રિલીઝ કરી દેવાની ધારણા છે. 



https://ift.tt/9ikybES

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ