- તેઓ જાપાનમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા નેતા છે
નવી દિલ્હી, તા. 08 જુલાઈ 2022, શુક્રવાર
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે પર હુમલાની ઘટના બની છે. શિંજો આબેને છાતીના ભાગે ગોળી મારવામાં આવી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોળી વાગવાના કારણે ખૂબ જ લોહી વહી ગયું હોવાથી શિંજો આબેની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. હુમલાની આ ઘટના શુક્રવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે 11:30 કલાકે બની હતી.
એક અહેવાલ પ્રમાણે ગોળી વાગ્યા બાદ શિંજો આબેને હાર્ટ એટેક પણ આવ્યો હતો. જાપાનના પૂર્વ વડાપ્રધાનને ગોળી મારવાના આરોપસર એક શકમંદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
શિંજો આબે નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા તે સમયે આ હુમલો થયો હતો. ગોળી વાગવાના કારણે તેઓ અચાનક જ નીચે પડી ગયા હતા અને તેમના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેઓ અચાનક નીચે પડ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકો કશું પણ સમજી નહોતા શક્યા અને ચોંકી ઉઠ્યા હતા પરંતુ કેટલાક લોકોએ ગોળીનો અવાજ સાંભળ્યો હતો. પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી છે તે વ્યક્તિ 41 વર્ષનો છે.
રવિવારે ઉચ્ચ સદનની ચૂંટણી
જાપાનમાં રવિવારના રોજ ઉચ્ચ સદનની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને શિંજો આબે તેના માટે કેમ્પેઈનિંગ કરી રહ્યા હતા તે સમયે જ આ પ્રકારે હુમલો થયો હતો. આ હુમલાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ઘટના સ્થળે ભાગદોડ જોવા મળી રહી છે.
શિંજો આબેએ વર્ષ 2000માં વડાપ્રધાન પદેથી રાજીનામુ આપ્યું હતું. ઘણાં લાંબા સમયથી બીમાર હોવાના કારણે તથા પોતાની તબિયત સારી ન રહેતી હોવાથી તેમણે પદ છોડી દીધું હતું. તેઓ જાપાનમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા નેતા છે.
તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે અને અનેક પ્રસંગે બંને નેતાઓએ એકબીજાને યાદ કર્યા છે. ભારતે ગત વર્ષે જ શિંજો આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gCFY4i2 https://ift.tt/3HVuWMb
0 ટિપ્પણીઓ