Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: સમા, વાડી, આજવારોડ, નવાપુરામાં વીજચોરી ઝડપી પાડવા માટે દરોડા

સમા, વાડી, આજવારોડ, નવાપુરામાં વીજચોરી ઝડપી પાડવા માટે દરોડા

વડોદરા, તા.7 વડોદરા શહેરના સમા, વાડી, મોગલવાડા, સરદાર એસ્ટેટ, નવાપુરા વિસ્તારમાં વીજ કંપની દ્વારા હાથ ધરાયેલા ચેકિંગમાં રૃા.૧૧.૦૨ લાખની વીજચોરી ઝડપાતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

શહેરના મોગલવાડા વિસ્તારમાં બકરીપોળ ખાતે કાજલવાલા અબ્દુલરઝાક અબ્દુલકાદર પોતે વીજગ્રાહક હોવા છતાં મીટરમાં ચેડાં કરી ઓછું વીજબિલ આવે તેમ મીટર બાયપાસ કરી રૃા.૧.૧ લાખની વીજચોરી કરી  હોવાનું ઝડપાતા તેઓની સામે કાર્યવાહી કરાઇ હતી. આ ઉપરાંત બકરીપોળમાં જ હબજેબીબી હુસેન પણ રૃા.૮૭૧૩૨ની વીજચોરી કરતા ઝડપાઇ હતી. જ્યારે પાણીગેટ મદાર મહોલ્લામાં ફિરોઝખાન હુસેનખાન પઠાણ પણ મીટર બાયપાસ કરી રૃા.૧.૭૯ લાખની વીજચોરીમાં ઝડપાયો હતો.

ફતેપુરા વિસ્તારમાં નીમ ચેમ્બર્સ સામે સિસોદીયા રાજનબાનું આરીફમીયાં ઘર નજીકથી પસાર થતી વીજલાઇન પર લંગર નાંખી રૃા.૧.૧૬ લાખની વીજચોરી કરતાં રંગે હાથ ઝડપાઇ હતી. પાંજરીગર મહોલ્લામાં ખત્રીવાડમાં જાવેદ યાસીનમીંયાં શેખ રૃા.૬૭૯૯૧, નવાપુરામાં મહેબુબપુરા ખાતે મહેમુદમીયાં ગુલામ મુસ્તુફા રૃા.૧.૭૧ લાખ અને આજવારોડમાં ભાનુજ્યોતિ સોસાયટીમાં જૈનાબીબી ગુલામમહંમદ સોપારીવાલા રૃા.૮૧૪૦૦ ની વીજચોરીમાં ઝડપાયા  હતાં.

તરસાલી વિસ્તારમાં પુનીયાનગર ખાતે રવિકાંત પટેલ રૃા.૧.૨૨ લાખ, કિશનવાડીમાં રણછોડનગર ખાતે પુનમ બી. રાજપુત રૃા.૪૬૧૧૦, સમા ટેકરા ઉપર ભરવાડવાસમાં મફા ધુળાભાઇ ભરવાડ રૃા.૫૪૮૩૮ અને સમા રણછોડનગરમાં રહેતા મોહન છોટાભાઇ માળી રૃા.૬૭ હજારની વીજચોરીમાં ઝડપાતા તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.





https://ift.tt/1QgF94A

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ