- વિશ્વના 500 મહાનુભાવો, 2000 શાહી અતિથિ
- મહાત્મા ગાંધીજીની અંતિમયાત્રા પછી આટલી જંગી જનમેદની પહેલી જ વખત ક્વીનની અંતિમવિધિમાં ઉમટી
લંડન : બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વીતિયને ૧૯ સપ્ટેમ્બર સોમવારના રોજ શાહી પરંપરા, રીત રીવાજ અને સન્માન સાથે વેસ્ટ મિંસ્ટર એબે ખાતે વિદાય આપવામાં આવી હતી. ૮ સપ્ટેમ્બરના રોજ મહારાણીનું ૯૬ વર્ષની વયે સ્કોટલેન્ડના બાલમોરલ ખાતે નિધન થયું હતું. સ્કોટલેન્ડના બાલમોરલ કિલ્લાથી એલિઝાબેથના પાર્થિવ શરીરને વેસ્ટમિન્સેટર એબે ખાતે લાવવામાં આવ્યું હતું. લોકો શ્રધ્ધાંજલી આપે શકે તે માટે ૪ દિવસ રખાયું હતું. બ્રિટનના ઇતિહાસમાં વેસ્ટમિંસ્ટર એબે એક ઐતિહાસિક ચર્ચ છે. આ એ સ્થળ છે જયાં બ્રિટનના રાજા અને મહારાણીઓની તાજપોશી થાય છે. જો કે ૧૮ મી શતાબ્દી પછી કોઇ પણ શાસકની પ્રથમવાર અંતિમવિધિ થઇ હતી.
અગાઉ બાલમોરલથી ગેમ કિપર એટલે કે શાહી પરીવારનો અંગત સ્ટાફ રથ લઇને કેથેડ્રેલ એડિનબરા આવ્યો હતો ત્યાં પણ લોકોએ અંજલિ આપી હતી. ૧૯૪૮માં મહાત્મા ગાંધીની અંતિમ યાત્રા પછી આટલી મોટી અંતિમયાત્રા વિશ્વના ભાગ્યે જ કોઈ બીજા નેતાઓની યોજાઈ છે.
કવીનના અવસાનના ૧૧ દિવસ પછી યોજાયેલી અંતિમક્રિયામાં ભાગ લેવા માટે ૫૦૦થી વધુ ગણમાન્ય વિશ્વ નેતાઓ અને ૨૦૦૦થી વધુ શાહી અતિથિઓ આવી પહોંચ્યા હતા.૧૦ લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી. બ્રિટીશ સમય અનુસાર સવારે ૧૧ વાગે અને ભારતીય સમય અનુસાર ૩.૩૦ વાગે મહારણીને અંતિમ વિદાય આપવામાં આવી હતી. મહારાણીના ૯૬ વર્ષ લાંબા જીવનને દર્શાવવા ૯૬ મીનિટ સુધી બેલ વગાડવામાં આવ્યો હતો. રાણીના માનમાં બે મિનિટનું મૌન અને ત્યાર પછી કવીંસ પાઇપર બ્યૂગલ પણ વગાડવામાં આવ્યું હતું. વિંડસરના કિંમ જર્યોજ મેમોરિયલ ચેપલમાં મહારાણીને દફનાવવામાં આવ્યા. ૧૯૦૦ના દાયકામાં મહારાની એલિઝાબેથ દ્વીતિયના પિતા, દાદા, પરદાદા,અને મહારાણી વિકટોરિયાના પણ અંતિમ સંસ્કાર વિંડસરના સેંટ જર્યોજ ચેપલમાં થયા હતા.
મહારાણીના અંતિમ સંસ્કાર માત્ર બ્રિટન જ નહી દુનિયાની સૌથી મોટા આયોજનોમાંનું એક છે. લંડનમાં ૨૦૧૨માં લંડન ઓલિમ્પિકસ અને પ્લેટિનમ જયુબલી વીકએન્ડની સરખામણીમાં પણ વિશિષ્ટ આયોજન છે. મેટ્રોપોલિટનના ઇતિહાસમાં ૧૦૦૦૦ પોલીસ સુરક્ષા દળ ગોઠવવામાં આવ્યું હોય તેવું પ્રથમવાર બન્યું હતું. ૫૦૦ આંતરરાષ્ટીય મહાનુભાવોની હાજરી અને સુરક્ષા જોતા લંડન એક લોખંડી કિલ્લામાં ફેરવાઇ ગયું હતું. વિદેશી રાષ્ટ્પતિઓ અને વડાપ્રધાનોના વિમાનોનો જમાવડો થયો હતો. સદીના સૌથી મોટા અંતિમ સંસ્કારના આયોજનને સફળ બનાવવા માટે ૧૦૦થી વધુ કોર ટીમ બનાવવામાં આવી હતી. ૧૪૨ નાવિકો દ્વારા ખેંચવામાં આવતી રોયલ નેવી સ્ટેટ ગન કેરિજ મહારાણીના તાબૂતને લઇને આગળ વધી હતી.
કવીનના અંતિમ સંસ્કાર માટે ૧૩ મી શતાબ્દીના ચર્ચમાં વિશ્વના નેતાઓ અને ગણમાન્ય વ્યકિતઓની સાથે કિંગ ચાર્લ્સ તૃતીય અને કવીન કંસોર્ટે મહારાણી એલિથાબેથના તાબૂત પાછળના જુલુસનું નેતૃત્વ કર્યું હતું. વેલ્સના રાજકુમાર અને રાજકુમારી પોતાના ૯ વર્ષના પુત્ર જર્યોજ અને ૭ વર્ષની પુત્રી ચાર્લોટ સૌથી આગળ હતા. ત્યાર પછી તેમના અંકલ, આંટી,ડયૂક ઓફ ડચેસ ઓફ સસેકસ અને શાહી પરીવાર અન્ય સભ્યો પણ જોડાયા હતા.
અંતિમવિધિમાં 72 કરોડનો ખર્ચ
મહારાણીની અંતિમ વિદાય પાછળ કરોડો રુપિયાનો રોયલ પરિવારને ખર્ચ થશે.મહારાણી એલિઝાબેથની અંતિમવિધીમાં ૯ મિલિયન ડોલરથી વધુ ખર્ચ થવાની ધારણા છે જેમાં આમંત્રિતો અને મહેમાનોની હાજરીના ખર્ચનો સમાવેશ થતો નથી. જે ભારતીય રુપિયામાં ૭૨ કરોડ આસપાસ થાય છે. ૨૦૦૨માં મહારાણીની માતાના અંતિમ સંસ્કારમાં ૧૬ કરોડ રુપિયા જયારે ૧૯૯૭માં ડાયના હેડનના અંતિમ સંસ્કારમાં ૩૯ કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો.
કોફિન દાયકાઓ પહેલા બનાવી દેવાયું હતું
ક્વીન એલિઝાબેથનું નિધન ભલે તાજેતરમાં થયું હોય પણ તેમનું કોફિન દાયકાઓ પહેલા બનાવી દેવાયું હતું. આ કોફીનને ઓકના વૃક્ષમાંથી બનાવવામાં આવ્યું હતું. રોયલ ફેમિલીના સેન્ડ્રિન્ગહામ ખાતેના એસ્ટેટમાં આવેલા ઓકના વૃક્ષમાંથી આ કોફિન બનાવવામાં આવ્યું હતું. ટેલિગ્રાફ મુજબ સ્પેશ્યાલિસ્ટ ફર્મ હેનરી સ્મિથે તેને વાસ્તવમાં ત્રણ દાયકા દ્વારા બનાવી દીધુ હતુ. તેની ચોક્કસ તારીખ ખબર નથી કારણ કે હેનરી સ્મિથને ૨૦૦૫માં બીજી ફર્મ દ્વારા ટેકઓવર કરાયા પછી આ રેકોર્ડ ખોવાઈ ગયો હતો. તેમણે અવિરત પોતાના લોકોની સેવા કરી હતી અને તે હંમેશા આત્મવિશ્વાસથી ભરેલા રહ્યા હતા. દરેક કાર્ય તે ખૂબ જ ઉત્સાહપૂર્વક કરતા હતા. દરેક વ્યક્તિ સાથેના ઉષ્માસભર વ્યવહારના લીધે નાનાથી લઈને મોટા સુધીનાએ ક્વીનને યાદ કર્યા હતા.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/t1fOjxg https://ift.tt/xDtXo0c
0 ટિપ્પણીઓ