- તેમ છતાં અભિનેત્રી સુકેશ સાથે લગ્ન કરવા તૈયાર થઈ હતી
મુંબઇ : જેકલિન ફર્નાન્ડિસની હાલ સુકેશ ચંદ્રશેખરે આપેલી અમૂલ્ય કિંમતી ભેટ આપવા બદલ ઇકોનોમિક ઓફન્સ વિંગ તરફથી પુછતાછ થઇ હતી.
આ પુછતાછ દરમિયાનની વાતો હાલ બહાર આવી રહી છે. જેમાં તપાસ ટીમના એક સીનિયર પોલીસ ઓફિસરે દાવો કર્યો છે કે, અક્ષય કુમાર અને સલમાન ખાને જેકલિનને સુકેશથી દૂર રહેવાની સલાહ આપી હતી. પરંતુ અભિનેત્રી માની નહોતી. જેકલિને પોતે જ અક્ષય અને સલમાનને જણાવ્યું હતું કે, સુકેશ તેના સ્વપનાનો માણીગર બની ગયો હતો અને તેની સાથે લગ્ન કરવાના શમણાં જોતી હતી. તે સુકેશને એક બિઝનેસમેન અને રાજકારણી તરીકે જોતી હતી.
એક રિપોર્ટના અનુસાર, દિલ્હી પોલીસ ઇકોનોમિક ઓફન્સ વિંગના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતુ ંકે, જેકલિનને સુકેશના ઝાંસામાં ન ફસાવાની સલાહ તેના સહ-કલાકારોએ આપી હતી. તેમ છતાં તેણે સુકેશ સાથેના સંપર્ક તોડયા નહોતા. ઠગ સુકેશને તે સતત મળતી રહી હતી અને તેની પાસેથી અમૂલ્ય ભેટ સ્વીકારતી રહી.
જેકલિન અને સુકેશના સંબંધો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલી અમુક તસવીરો પરથી સ્પષ્ટ થયા હતા. જોકે ઇડીનું માનવું છે કે, જેકલિન પહેલેથી જ જાણતી હતી કે, સુકેશ એક ઠગ છે અને વસૂલી કરનારો છે.
નોરા ફતેહી પણ સુકેશના ચક્કરમાં ફસાઇ ગઇ હતી, પરંતુ તેણે સુકેશ વિશે સત્ય જાણ્યા પછી તેની સાથેના તમામ સંપર્કો તોડી નાખ્યા હતા.
https://ift.tt/4cqWx9t from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/0N2gIrW
0 ટિપ્પણીઓ