Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: પડોશી યુવકે સગીરાને શારિરીક અડપલા કર્યા ઃ માતાને લાત મારી પાડી દીધી

પડોશી યુવકે સગીરાને શારિરીક અડપલા કર્યા ઃ માતાને લાત મારી પાડી દીધી

અમદાવાદ,શનિવાર

પૂર્વ વિસ્તારમાં છેડતીના બનાવો વધતા મહિલાઓની સુરક્ષા જોખમાઇ રહી છે, ગોમતીપુરમાં શુક્રવારે રાતે સગીરા પોતાના ઘર આગળ વાસણ ઘસતી હતી. આ સમયે પડોશી યુવકે હાથ પકડી પોતાની તરફ ખેંચીને શારિરિક અડપલા કર્યા હતા. સગીરાએ બુમાબુમ કરતા માતા દોડી આવી હતી તો માતાને પેટમાં લાત મારીને આરોપી નાસી ગયો હતો.

ત્રણ દિવસથી યુવક સાઇકલ લઇને પીછો કરી સગીરાની સ્કૂલે જતો, રસ્તામાં રોકી હાથ પકડી હેરાન પરેશાન કરતો

આ કેસની વિગત એવી છે કે ગોમતીપુરમાં રહેતી ૪૬ વર્ષીય શ્રમજીવી મહિલાએ પડોશી યુવક સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની ૧૭ વર્ષની પુત્રી શુક્રવારે રાતે ૯ વાગે ઘર આગળ ચોકડીમાં બેસીના વાસણ ઘસતી હતી અને તેઓ ઘરમાં હાજર હતા આ સમયે પડોશમાં રહેતો યુવક આવ્યો હતો અને તેમની સગીર દિકરીનો હાથ ખેંચીને ઉભી કરી હતી  અને શારિરીક અડપલા કરવા લાગ્યા હતો  

દરમિયાન સગીરાએ બુમાબુમ કરતા માતા દોડી આવી હતી, આ સમયે આરોપી તેમની દિકરીનો હાથ પકડીને પોતાની તરફ ખેંચી રહ્યો હતો જેથી માતા રોકવા જતાં તેમને પેટમાં લાત મારીને નીચે પાડી દીધી હતી અને ગાળો બોલીને આરોપી નાસી ગયો હતો. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



https://ift.tt/1s3F0ec

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ